HomeAhmedabadTragedy in Vastral: અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 2 લોકોના મોત,...

Tragedy in Vastral: અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત

Tragedy in Vastral: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલ-ગતરાડ રોડ પર આજે એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે, જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Tragedy in Vastral

Tragedy in Vastral: શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, મહેમુદપુરા ટેલેન્ટ પાસે આવેલી આ ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફેક્ટરીમાં આગ લાગવાની સાથે જ જોરદાર બ્લાસ્ટ થયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ગભરાટ ફેલાયો હતો. જે સમયે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 8 થી 10 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા.

Tragedy in Vastral

Tragedy in Vastral: RAF ના જવાનો બન્યા દેવદૂત

આ દુર્ઘટના વખતે નજીકમાં આવેલા વસ્ત્રાલ RAF (Rapid Action Force) કેમ્પના જવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ કેમ્પની પાછળ આવેલી આ ફેક્ટરી તરફ જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ જવાનોએ પોતાની જીવના જોખમે આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં મદદ કરી હતી.

તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ચીફ ફાયર ઓફિસર સહિતની ટીમ દ્વારા 5 થી વધુ ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાલમાં ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત ATSની મોટી સફળતા, ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે જોડાયેલા 5 આતંકીઓ ઝડપાયા, કઠવાડાની હોટલમાં રહેતો બિલાલ શેરા થયો બેનકાબ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments