Tragedy in Godhra: ગોધરામાં કાળમુખી દીવાલ ધસી પડી, જૂનું મકાન તોડતી વખતે પિતા અને 4 વર્ષના માસૂમ પુત્રનું દટાઈ જવાથી કરુણ મોત

0
121
Tragedy in Godhra
Tragedy in Godhra

Tragedy in Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા મજૂરી કરી રહેલા પિતા અને તેમની પાસે રમતા 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

Tragedy in Godhra

Tragedy in Godhra: કામ કરી રહેલા પિતા પાસે રમતા પુત્રનો પણ ભોગ લેવાયો

મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના દયાળ ગામના રહેવાસી કાળુભાઈ ઝાલૈયા ચીઠિયાવાડ વિસ્તારમાં મકાન તોડવાની મજૂરી કરવા આવ્યા હતા. તેમની સાથે તેમનો 4 વર્ષનો પુત્ર કિશન પણ હતો. પિતા જ્યારે કામમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક મકાનની એક જર્જરિત દીવાલ બંને પર ધસી પડી હતી. ગંભીર ઈજાઓ થવાને કારણે પિતા-પુત્ર બંનેએ શ્વાસ છોડી દીધા હતા.

Tragedy in Godhra: પરિવારનો આક્રોશ: સુરક્ષાના અભાવે સર્જાઈ દુર્ઘટના?

આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે. મૃતકના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે:

  • મકાન તોડવાની કામગીરીમાં સુરક્ષાના કોઈ સાધનો આપવામાં આવ્યા નહોતા.
  • યોગ્ય તકેદારી રાખ્યા વગર કામ કરાવવામાં આવતું હોવાથી આ અકસ્માત સર્જાયો છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ (PM) માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની બમ્પર ભરતી 1,141 જગ્યાઓ માટે CMની લીલી ઝંડી, જાણો લાયકાત અને વયમર્યાદા