HomeAhmedabadAhmedabad Crime: અમદાવાદમાં હૃદયદ્રાવક હત્યા, ચાંદખેડામાં યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી, પ્રેમ...

Ahmedabad Crime: અમદાવાદમાં હૃદયદ્રાવક હત્યા, ચાંદખેડામાં યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી, પ્રેમ સંબંધ અને બ્લેકમેલિંગમાં હત્યા થઈ હોવાની આશંકા

Ahmedabad Crime: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઝુંડાલ પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગાંધીનગરના પેથાપુરના રહેવાસી જશ્મિતસિંગ નામની વ્યક્તિનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

Ahmedabad Crime

Ahmedabad Crime: તીક્ષ્ણ હથિયારોથી અનેક ઘા ઝીંકાયા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 12મી મેની સાંજે અજાણ્યા હુમલાખોરોએ જશ્મિતસિંગ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકની છાતી, પીઠ અને હાથના ભાગે જીવલેણ ઘા માર્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજા દિવસે સવારે ઝુંડાલના એક ધૂળિયા રસ્તા પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Ahmedabad Crime: પત્નીના ચોંકાવનારા આક્ષેપો: બ્લેકમેલિંગ અને ધમકી

મૃતકની પત્ની અજિતકૌરે પોલીસ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે:

  • જશ્મિતસિંગ એક મહિલા સાથે છેલ્લા 4-5 વર્ષથી સંબંધમાં હતો.
  • તે મહિલા તેને પૈસા માટે સતત બ્લેકમેલ કરતી હતી.
  • સુરજીત ટાંક અને માનસિંગ ટાંક નામના શખ્સો દ્વારા જશ્મિતસિંગને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.

મહિલાના ઘર પાસેથી બાઈક મળી આવતા રહસ્ય ઘેરાયું

પોલીસને તપાસ દરમિયાન જશ્મિતસિંગની બાઈક જે-તે મહિલાના ઘરની બહારથી જ મળી આવી છે. આ મહત્વના પુરાવાને આધારે પોલીસ હવે હત્યાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. હાલમાં ચાંદખેડા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગોધરામાં કાળમુખી દીવાલ ધસી પડી, જૂનું મકાન તોડતી વખતે પિતા અને 4 વર્ષના માસૂમ પુત્રનું દટાઈ જવાથી કરુણ મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments