HomeGujaratGujarat School Jobs: ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની બમ્પર ભરતી 1,141 જગ્યાઓ માટે CMની...

Gujarat School Jobs: ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની બમ્પર ભરતી 1,141 જગ્યાઓ માટે CMની લીલી ઝંડી, જાણો લાયકાત અને વયમર્યાદા

Gujarat School Jobs: રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં શારીરિક શિક્ષણને વેગ આપવા માટે મુખ્યમંત્રી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ, રાજ્યમાં 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી છે.

Gujarat School Jobs: SAT મેરીટના આધારે થશે પસંદગી

Gujarat School Jobs

આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી SAT (School Aptitude Test) ના મેરીટના આધારે કરવામાં આવશે. આ નિર્ણયથી શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના શારીરિક શિક્ષણના સ્તરમાં મોટો સુધારો આવવાની અપેક્ષા છે.

Gujarat School Jobs: ભરતીની મુખ્ય વિગતો:

  • કુલ જગ્યાઓ: 1,141
  • પદ: વ્યાયામ શિક્ષક (ધોરણ 6 થી 8)
  • પસંદગીનો પ્રકાર: સીધી ભરતી (Direct Recruitment)

વયમર્યાદામાં મોટી છૂટછાટ

સરકારે ઉમેદવારોને રાહત આપતા વયમર્યાદામાં 3 વર્ષની વિશેષ છૂટ આપી છે:

  • સામાન્ય વર્ગ: 38 વર્ષ સુધી
  • અનામત વર્ગ (SC/ST/OBC/EWS): 43 વર્ષ સુધી
  • અનામત મહિલા ઉમેદવાર: મહત્તમ 48 વર્ષ સુધીની છૂટ

લાયકાત અને પગાર ધોરણ

Gujarat School Jobs

ઉમેદવાર સ્નાતકની સાથે C.P.Ed, B.P.Ed અથવા D.P.Ed જેવી વ્યાવસાયિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર નીતિ મુજબ વેતન મળશે, ત્યારબાદ તેમને નિયમિત પગારધોરણમાં સમાવવામાં આવશે.

લાંબા સમય બાદ આવેલી આ જાહેરાતથી શારીરિક શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હજારો યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ચોટીલા હાઈવે પર કાળજું કંપાવનારો અકસ્માત બસ અને ડામરના ટેન્કર વચ્ચેની ટક્કરમાં 4 મુસાફરો જીવતા સળગ્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments