Home State Gujarat Chotila Highway Horror: ચોટીલા હાઈવે પર કાળજું કંપાવનારો અકસ્માત બસ અને ડામરના...

Chotila Highway Horror: ચોટીલા હાઈવે પર કાળજું કંપાવનારો અકસ્માત બસ અને ડામરના ટેન્કર વચ્ચેની ટક્કરમાં 4 મુસાફરો જીવતા સળગ્યા

0
229
Chotila Highway Horror
Chotila Highway Horror

Chotila Highway Horror: રાજકોટ-ચોટીલા નેશનલ હાઈવે પર સાંગાણી ગામ પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડામર ભરેલા ટેન્કર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ લાગેલી આગમાં 4 મુસાફરો ભડથું થઈ ગયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Chotila Highway Horror: કેવી રીતે સર્જાયો અકસ્માત?

Chotila Highway Horror

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા તેની ગતિ ધીમી પડી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.

Chotila Highway Horror: જીવ બચાવવા ગરમ ડામરમાં કૂદ્યા મુસાફરો

Chotila Highway Horror

આગ લાગતા જ બસમાં ચીસાચીસ મચી ગઈ હતી. જીવ બચાવવા માટે મુસાફરોએ બારીના કાચ તોડીને નીચે કૂદકા માર્યા હતા. કમનસીબી એ હતી કે ટેન્કરમાંથી ઢોળાયેલો ગરમ ડામર નીચે રસ્તા પર ફેલાયેલો હતો, જેના કારણે કૂદનારા મુસાફરો ગરમ ડામર પર પડતા ગંભીર રીતે દાઝ્યા હતા અને કેટલાકને ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી.

Chotila Highway Horror: DNA ટેસ્ટથી જ ઓળખ શક્ય

Chotila Highway Horror

આ ભીષણ આગમાં 4 મુસાફરો એવી રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી અશક્ય બની છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, હવે DNA ટેસ્ટ દ્વારા જ મૃતકોની ઓળખ કરી શકાશે.

BSF જવાનની બહાદુરી

Chotila Highway Horror

આ અકસ્માતમાં રજા પર આવેલા અને મુસાફરી કરી રહેલા BSF જવાન નરેન્દ્રભાઈ રાઠોડે અદમ્ય સાહસ બતાવ્યું હતું. પોતે દાઝ્યા હોવા છતાં તેમણે બારીનો કાચ તોડીને અન્ય મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

મુખ્ય ઈજાગ્રસ્તોની યાદી:

Chotila Highway Horror
  1. વિધિ પટોડીયા (18 વર્ષ): મેંદરડા, જૂનાગઢ
  2. નરેન્દ્ર રાઠોડ (50 વર્ષ): લીંબડી, સુરેન્દ્રનગર (BSF જવાન)
  3. નાગરાજ રાણા (30 વર્ષ): તાલાલા, ગીર સોમનાથ
Chotila Highway Horror

તંત્રની કામગીરી: ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટર અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ચોટીલા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાઈવે સુરક્ષા પર સવાલ

Chotila Highway Horror
Chotila Highway Horror
Chotila Highway Horror
Chotila Highway Horror
Chotila Highway Horror
Chotila Highway Horror

સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હાઈવે પર બંધ પડેલા વાહનો પાછળ રેડિયમ પટ્ટી ન હોવાને કારણે રાત્રિના સમયે આવા અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમૂલ દૂધના ભાવમાં લિટરે ₹2નો વધારો, આવતીકાલથી નવા ભાવ લાગુ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે