HomeGujaratદિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં

દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં

‘ખુશ્બુ ગુજરાત કી’: દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં

દસ દિવસમાં રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 42 લાખ 75 હજાર 952 પ્રવાસીઓએ મુલાકાત લીધી

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.

દિવાળીની રજાઓમાં આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રૉપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

ક્રમાંક   પર્યટન સ્થળ   મુલાકાતીની સંખ્યા

(11/11/2023 થી 20/11/2023)

1              સ્ટેચ્યુ ઑફ યુનિટી                 3,03,894

2              સ્મૃતિ વન – ભુજ                   36,391

3              સીમાદર્શન – નડાબેટ              57,948

4              ગિરનાર રૉપ-વે – જુનાગઢ        59,307

5              સાસણગીર અને દેવળીયા પાર્ક    70,634

6              દાંડી સ્મારક – નવસારી               27,972

7              સૂર્ય મંદિર – મોઢેરા               31,969

8              રાણ કી વાવ – પાટણ              36,659

9              સોમનાથ મંદિર                     4,87,974

10           અંબાજી મંદિર                      6,35,760

11           પાવાગઢ મંદિર                     5,25,410

12           દ્વારકા મંદિર                        6,18,460

13           સાયન્સ સિટી – અમદાવાદ          83,111

14           અટલ બ્રિજ – અમદાવાદ           1,81,692

15           કાંકરિયા તળાવ – અમદાવાદ          4,45,144

16           વડનગર – ઐતિહાસિક નગર          46,453

17           ડાયનાસૌર પાર્ક – બાલાસિનોર         7,678

18           અમદાવાદ રેલ-મેટ્રો                 6,19,496

પ્રવાસન ક્ષેત્ર, યાત્રાધામ અને  નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના વિકાસ માટે બજેટ ફાળવણીમાં 346% વધારો

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. વર્ષ 2023-24ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં 346%નો વધારો કરવામાં આવ્યો છે. હેરિટેજ અને ઇકો ટુરિઝમ માટે ₹10 હજાર કરોડ સૂચિત કરવામાં આવ્યા છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રધ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે ₹ 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments