HomeAhmedabadShela Leopard Scare: અમદાવાદના શેલામાં દીપડાના બચ્ચાની આશંકા નીકળી અફવા, વનવિભાગે કરી...

Shela Leopard Scare: અમદાવાદના શેલામાં દીપડાના બચ્ચાની આશંકા નીકળી અફવા, વનવિભાગે કરી સ્પષ્ટતા, ગાડી નીચેથી બિલાડી નીકળી હોવાનો ખુલાસો

Shela Leopard Scare: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટી પાસે વહેલી સવારે ગાડી નીચેથી દીપડાનું બચ્ચું નીકળ્યું હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયામાં ભારે ઉત્તેજના અને ડર ફેલાવ્યો હતો. જોકે, વનવિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવતા દીપડો હોવાની વાત માત્ર અફવા સાબિત થઈ છે અને ગાડી નીચેથી વાસ્તવમાં બિલાડી નીકળી હોવાનું સ્પષ્ટ થયું છે.

Shela Leopard Scare

Shela Leopard Scare: શું હતી સમગ્ર ઘટના?

આજે વહેલી સવારે શેલામાં શરણદીપ સોસાયટીની બાજુની ગ્રીનફિલ્ડ સોસાયટી પાસે મોર્નિંગ વોકમાં નીકળેલા કેટલાક લોકોએ દીપડો જોયાની ચર્ચા કરી હતી. ઘુમા ગામના માજી સરપંચ જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સોસાયટી પાસેના એક ગેરેજ નજીક કૂતરું જોર-જોરથી ભસી રહ્યું હતું. ત્યાંથી પસાર થતી વખતે ગાડી નીચે પથ્થર મારીને જોતા એક જાનવર બહાર નીકળ્યું હતું, જે દીપડાના બચ્ચા જેવું લાગતું હતું. આ બાબતે સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ થયા હતા.

Shela Leopard Scare

Shela Leopard Scare: વનવિભાગની તપાસમાં ખુલાસો: “દીપડો નથી, અફવાઓથી દૂર રહો”

ઘટનાની ગંભીરતા જોતા સાણંદના RFO હરેશ દેસાઈ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી.

  • RFO હરેશ દેસાઈનું નિવેદન: તપાસના અંતે એ સ્પષ્ટ થયું છે કે જે વન્યપ્રાણી દેખાયું હતું તે દીપડો નહીં પરંતુ બિલાડી હતી.
  • વનવિભાગે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં આવા કોઈ પણ પ્રકારના અસત્ય કે ગેરમાર્ગે દોરનારા મેસેજ અથવા અફવાઓ ફેલાવવી નહીં.

Shela Leopard Scare: અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

વનવિભાગે જણાવ્યું છે કે છેલ્લે દીપડો દેખાયા બાદ અત્યાર સુધી કોઈ નક્કર કે ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી. વન વિભાગની આશરે 30 જેટલી ટીમો દ્વારા થર્મલ ગન અને ડ્રોનની મદદથી આસપાસના જંગલ જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ જ છે.

વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હવે પછી જો કોઈ સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવીને લોકોમાં ભય કે પેનિક ઊભું કરશે, તો તેવા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. વનવિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની માહિતી મળે તો સૌથી પહેલા વન વિભાગનો સંપર્ક કરવો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ભાવનગરમાં ગેરકાયદે મદ્રેસાની આડમાં ચાલતું કાવતરું પર્દાફાશ, બાળકોના મનમાં ‘ઝેર’ ભરનાર મૌલાનાની ધરપકડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments