Home State Gujarat Poisoning Young Minds: ભાવનગરમાં ગેરકાયદે મદ્રેસાની આડમાં ચાલતું કાવતરું પર્દાફાશ, બાળકોના મનમાં...

Poisoning Young Minds: ભાવનગરમાં ગેરકાયદે મદ્રેસાની આડમાં ચાલતું કાવતરું પર્દાફાશ, બાળકોના મનમાં ‘ઝેર’ ભરનાર મૌલાનાની ધરપકડ

0
140
Poisoning Young Minds
Poisoning Young Minds

Poisoning Young Minds: ભાવનગરના સિદસર વિસ્તારમાં ગેરકાયદે રીતે ધમધમતા એક મદ્રેસા સામે પોલીસે લાલ આંખ કરી છે. શિક્ષણના નામે માસૂમ બાળકોના મનમાં ધાર્મિક કટ્ટરતા અને ઝેર ભરવાના ગંભીર કાવતરાનો પર્દાફાશ થયો છે. પોલીસે અહીંથી વાંધાજનક સાહિત્ય જપ્ત કરી મૂળ બનાસકાંઠાના 26 વર્ષીય મૌલાનાની ધરપકડ કરી છે અને તેને 10 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે.

Poisoning Young Minds

Poisoning Young Minds: શું છે સમગ્ર મામલો?

21 જુલાઈએ ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમના માર્ગદર્શન હેઠળ સિદસરના 25 વારિયા વિસ્તારમાં આવેલા સરકારી આવાસ યોજનાના મકાનો (નંબર 110, 111, 112) માં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અહીં ગેરકાયદે રીતે એક ધાર્મિક સ્ટ્રક્ચર (મદ્રેસા) ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી મૂળ બનાસકાંઠાના શફિક મરેડિયા નામના મૌલાનાની અટકાયત કરી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હાઉસિંગ બોર્ડના આ મકાનોનો બિન-અધિકૃત ઉપયોગ કરીને આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. નિયમ મુજબ હાઉસિંગ બોર્ડની પ્રોપર્ટીનું વેચાણ કે ધાર્મિક હેતુ માટે ઉપયોગ થઈ શકતો નથી.

Poisoning Young Minds

Poisoning Young Minds: ડાયરી અને પુસ્તકોમાંથી મળી આવ્યા ચોંકાવનારા લખાણો

પોલીસે મદ્રેસામાંથી ઉર્દૂ અને અરબી ભાષામાં લખાયેલું સાહિત્ય અને મૌલાનાની હસ્તલિખિત ડાયરીઓ જપ્ત કરી હતી. આ સાહિત્યનું ભાષાંતર કરાવતા તેમાંથી રાષ્ટ્રની અખંડિતતાને નુકસાન પહોંચાડે અને ધાર્મિક વૈમનસ્ય ફેલાવે તેવી વિગતો મળી આવી હતી.

  • બાળકોના હાથમાં અપાયેલી નોટબુક્સમાંથી પણ વાંધાજનક લખાણો મળી આવ્યા છે.
  • સાહિત્યમાં વારંવાર ‘રીલિજિયસ વોર’ (ધાર્મિક યુદ્ધ), ગુપ્ત ફોજ/સેના બનાવવાની વાતો અને રાષ્ટ્રગીતના અપમાનને લગતી બાબતો સામે આવી છે.
  • ડાયરીઓમાં ગઝનવી અને કાસિમ જેવા આક્રમણકારોના ઉદાહરણો આપીને બાળકોના મનમાં ડર અને કટ્ટરતા રોપવાના પ્રયાસો થયા હતા. ડાયરીમાં લખ્યું હતું કે, તમે ગઝનવી અને કાસિમના અનુગામીઓ છો, તમે જાગશો નહીં તો બરબાદ થઈ જશો અને મૂળા-ગાજરની જેમ કાપી નાખવામાં આવશે.”
Poisoning Young Minds

Poisoning Young Minds: ગરીબ પરિવારોની મજબૂરીનો લાભ લેવાતો

આરોપી મૌલાના શફિક ઓક્ટોબર 2023-24થી આ વિસ્તારમાં સક્રિય હતો. તે ખાસ કરીને વિશેષ સમુદાયના ગરીબ પરિવારો (મીર સમાજ) અને તેમના બાળકોને ટાર્ગેટ કરતો હતો. ગરીબ પરિવારના બાળકોને આર્થિક પ્રલોભનો (તાલીફ-ઉલ-કુબ) આપીને શિક્ષણના નામે મદ્રેસામાં બોલાવવામાં આવતા હતા અને તેમને કટ્ટરતાના પાઠ ભણાવવામાં આવતા હતા.

Poisoning Young Minds: ફંડિંગ કરનારાઓની પણ તપાસ શરૂ

આ ગેરકાયદે મદ્રેસા ચલાવવા અને મૌલાનાને નાણાકીય સહાય પૂરી પાડવા પાછળ ભાવનગરના જ બે શખ્સોનો હાથ હોવાનું ખૂલ્યું છે, જેમની સામે પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ભરૂચ કનેક્શન અને અન્ય ટેરર મોડ્યુલની દિશામાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Poisoning Young Minds: કાયદાકીય કાર્યવાહી

વરતેજ પોલીસ મથકે આરોપી મૌલાના શફિક મરેડિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 196(1)(એ), 196(1)(બી), 196(2), 197(1)(સી), 197(1)(ડી), 197(2), 299, 3(5) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

લંડનમાં રોહિત શર્મા અને નીતા અંબાણીની મુલાકાતથી ગરમાયુ રાજકારણ, IPL 2027 પહેલાં MIમાં થશે મોટો ફેરફાર?

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે