માત્ર જવાન જ નહીં, નવેમ્બરમાં Netflix પર જોવા મળશે આ ફિલ્મો અને વેબ સિરીઝ, જૂઓ સંપૂર્ણ યાદી

1
193
Netflix November 2023 Release
Netflix November 2023 Release

Netflix November 2023 Release : નવેમ્બર તહેવારોથી ભરેલો છે, જેનો સીધો અર્થ એ છે કે જેટલા વધુ તહેવારો, તેટલી વધુ રજાઓ. તહેવારોની મોસમની રજાઓને ખાસ બનાવવા માટે, આ નવેમ્બર Netflix તેના બોક્સમાંથી અદ્ભુત મનોરંજન લઈને આવી રહ્યું છે. જે આ મહિનાને ખાસ તો બનાવે જ છે, પરંતુ તમને રજાઓમાં કંટાળો પણ આવવા દેશે નહીં. આ બોક્સમાં શાહરૂખ ખાનની ‘જવાન’થી લઈને ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત ગંભીર ફિલ્મ ‘ધ રેલ્વે મેન’ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. આ સાથે ક્યારેક તમને કોમેડીનો ડોઝ પણ મળશે તો ક્યારેક રોમાંચ પણ. આ લિસ્ટ જાહેર કરતા Netflix એ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે દરેક આ વોચલિસ્ટ માટે તૈયાર રહે. જાણો કે તમે ક્યારે શું જોઈ શકો છો.

Netflix

નેટફ્લીક્સ નવેમ્બર 2023 રિલીઝ | Netflix November 2023 Release :

1 નવેમ્બર :  વિંગ વુમન, મિનિઅન્સ – ધ રાઇઝ ઓફ ગ્રુ અને ધ લાસ્ટ એરબેન્ડર નેટફ્લિક્સ પર 1 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યા છે.

2 નવેમ્બર : 2 નવેમ્બર એક્શન, ડ્રામા અને બ્લોકબસ્ટર ફિલ્મોનો દિવસ હતો. જ્યારે ‘જવાન’ને આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી. આ ઉપરાંત ‘ઓલ ધ લાઈટ વી કેનોટ સી’ પણ રજૂ કરવામાં આવી હતી.

3 નવેમ્બર : 3જી નવેમ્બરનો દિવસ પણ મનોરંજનથી ભરેલો હતો. આ દિવસે Netflix પર એક સાથે ચાર નવી ઓફર જોવા મળી હતી. આ લીસ્ટમાં સામેલ છે – બ્લુ આઇ સમુરાઇ, ધ ટેલર સિઝન 3, સેલિંગ સનસેટ સિઝન 7 અને ડેઈલી ડોઝ સનશાઇન.

6 નવેમ્બર : બે મોસ્ટ અવેટેડ સિરીઝની આગામી સિઝન 6 નવેમ્બરના રોજ જોવા મળશે. જેમાંથી એક યંગ શેલ્ડન છે. તમે Netflix પર તેની એકથી ચાર સીઝન જોઈ શકો છો. બીજો રિક અને મોર્ટીની સિઝન-7 છે જેમાં ચાર એપિસોડ છે.

10 નવેમ્બર : 10મી નવેમ્બરે રોમાંચથી ભરપૂર ‘ધ કિલર’ જુઓ. ધ કિલર (The Killer) એ 2023 ની અમેરિકન એક્શન થ્રિલર ફિલ્મ છે જેનું નિર્દેશન ડેવિડ ફિન્ચર દ્વારા એન્ડ્રુ કેવિન વોકરની પટકથા પરથી કરવામાં આવ્યું છે.

15 નવેમ્બર : આ તારીખે ડોરેમોન (Doraemon) સંબંધિત રીલીઝ જુઓ, ‘સ્ટેન્ડ બાય મી ડોરેમોન’

16 નવેમ્બર : 16 નવેમ્બરના રોજ, તમે Netflix પર ક્રાઉન (The Crown) વેબ સિરીઝની સિઝન સિક્સનો પાર્ટ વન જોઈ શકો છો. ક્રાઉન એ રાણી એલિઝાબેથ II ના શાસન વિશેની ઐતિહાસિક ડ્રામા ટેલિવિઝન શ્રેણી છે, તેમજ શાહી બ્રિટીશ પરિવારના અંગત જીવનને ઉજાગર કરતી વેબ સીરીઝ છે.

18 નવેમ્બર : ‘ધ રેલ્વે મેન’ (The Railway Man) નેટફ્લિક્સ પર 18 નવેમ્બરે રિલીઝ થશે. જે ભોપાલમાં બનેલી ગેસ દુર્ઘટના પર આધારિત છે, માધવન, કેકે મેનન, બાબિલ જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.

1 COMMENT

Comments are closed.