એક એવું ભારત છે જે આત્મવિશ્વાસથી ભરેલું: સ્વતંત્રતા દિવસે પીએમ મોદી

0
182
એક એવું ભારત છે જે આત્મવિશ્વાસથી ભરેલું: સ્વતંત્રતા દિવસે પીએમ મોદી
એક એવું ભારત છે જે આત્મવિશ્વાસથી ભરેલું: સ્વતંત્રતા દિવસે પીએમ મોદી

પીએમ મોદી સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાથી 10મી વખત તિરંગો ફરકાવ્યો , પીએમ મોદી આજે લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસે દેશને સંબોધન કરતા હતા તેમણે કહ્યું કે કોવિડ-19 રોગચાળા પછી, એક નવી વિશ્વ વ્યવસ્થા, એક નવું ભૌગોલિક રાજકીય સમીકરણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાથી તેમને કહ્યું કે ભૌગોલિક રાજનીતિની વ્યાખ્યા બદલાઈ રહી છે. આજે 140 કરોડ લોકોની ક્ષમતા નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં જોઈ શકાય છે. સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ કહ્યું- દેશ માટે બલિદાન આપ્યું તે વીરોને નમન, તથા નેશન ફર્સ્ટ, ઓલવેજ ફર્સ્ટનો સંદેશો આપ્યો. વધુમાં તેમને કહ્યું કે અમારી સરકારે 75 હજાર અમૃત સરોવરોનું નિર્માણ કર્યું

મેઈન 1

આજની લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ જે મહત્વની વાત જોઈએ તો પીએમ મોદીનું લાલ કિલ્લાથી સંબોધન 10 મી વખત હતું.
સંબોધનની શરૂઆતમાં સ્વાતંત્ર્ય દિવસની શુભ કામના પાઠવી હતી.
એરફોર્સના હેલીકોપ્ટરએ પુષ્પ વર્ષા કરી
પીએમનું પ્રજાજાેગ સંદેશ
આજે આઝાદીના પર્વની શુભકામનાઃ પીએમ
આઝાદીમાં યોગદાન આપેલા વીરોને નમનઃ પીએમ

લાલ

77મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ કહ્યું કે થોડા દિવસોથી મણિપુરથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે, દેશ મણિપુરના લોકો સાથે છે… શાંતિથી જ ઉકેલ મળી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉકેલ શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે આ ઉપરાંત આ વખતે કુદરતી આફતએ દેશના ઘણા ભાગોમાં અકલ્પનીય તકલીફ ઊભી કરી છે. હું આનો સામનો કરી રહેલા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું

પીએમ નરેન્દ્ર મોદી સંબોધન દરમિયાન લાલ કિલ્લા પરથી કહ્યું કે જ્યારે અમે 2014માં સત્તામાં આવ્યા ત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં અમે 10મા ક્રમે હતા. આજે 140 કરોડ ભારતીયોના પ્રયાસોથી આપણે વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં પાંચમા સ્થાને પહોંચ્યા છીએ. ભ્રષ્ટાચારના રાક્ષસે દેશને પકડ્યો ત્યારે જ એવું નથી થયું, અમે તેને અટકાવી અને મજબૂત અર્થવ્યવસ્થા બનાવી.

દેશ મણિપુરના લોકો સાથે છેે-પીએમ મોદી
મને યુવા શક્તિમાં વિશ્વાસ છે-પીએમ મોદી
દેશ કૃષિ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે-પીએમ મોદી

બાળક

પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કહ્યું કે 25 વર્ષથી દેશમાં ચર્ચા ચાલી રહી હતી કે નવું સંસદ ભવન બનશે. મોદી જ છે જેમણે સમય પહેલા સંસદ બનાવી. તે એક સરકાર છે જે કામ કરે છે, જે નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરે છે. આ નવું ભારત છે. આ એક એવું ભારત છે જે આત્મવિશ્વાસથી ભરેલું છે… આ ભારત અટકતું નથી, થાકતું નથી, નિસાસા નાખતું નથી અને હાર માનતું નથી

કેન્દ્રીય મંત્રીમંડળ કાર્યક્રમમાં હાજર-પીએમ
સમાજના તમામ લોકો માટે કામ કર્યું -પીએમ
દેશ ટેકનોલોજીમાં આગળ વધીરહ્યો છે
અમે જળશક્તિ મંત્રાલય બનાવ્યું-પીએમ