અમદાવાદમાં રાષ્ટ્રીય પર્વની ધામધૂમથી ઉજવણી

1
93
અમદાવાદમાં રાષ્ટ્રીય પર્વની ધામધૂમથી ઉજવણી
અમદાવાદમાં રાષ્ટ્રીય પર્વની ધામધૂમથી ઉજવણી

અમદાવાદમાં તમામ માર્ગો પર અને મંદિરોમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી થઇ છે .  શહેરના નાગરિકો તિરંગો પોતાના સ્થાને ફરકાવીને પર્વની ઉજવણી કરી રહ્યા છે . ત્યારે પ્રહલાદ નગર રોડ પર મહાદેવના મંદિર માં રોશની કરીને મહાદેવના પરિસરમાં તિરંગા લગાવ્યા હતા . પ્રહલાદ નગર આનંદ નગર રોડ પર મહાદેવના મંદિરમાં પવિત્ર અધિક માસના સોમવારે તિરંગા સહીત શણગાર કરવામાં આવ્યો. જુહાપુરા ખાતે દાવતે ઈસ્લામી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા . જુહાપુરાના માર્ગો જાણે તિરંગામય બન્યા હતા. સ્થાનિકો સહિત સમગ્ર વિસ્તારમાં   તિરંગામય બનીને દેશભક્તિના રંગે રંગીને ભવ્ય ઉજવણી કરવામાં આવી.

meyar amdavad

દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દેશભરમાં રાષ્ટ્રીય પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે અમદાવાદનો એક યુવાન અરુણ હરિયાણી ડર વર્ષની જેમ આ વર્ષે પણ જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં પહોચ્યા હતા અને તિરંગા સાથે ભવ્ય ઉજવણી કરી હતી,. પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. દેશભરમાં આઝાદીના પર્વનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે અને દેશનો એક પણ ખૂણો બાકી નથી જ્યાં તિરંગો લહેરાયો ન હોય. દેશની સીમાઓ પર પણ તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં વાઘા બોર્ડર પર લોકો પહોંચ્યા હતા.

અમદાવાદની તમામ સ્કૂલના સબાળકો દ્વારા તેમજ સ્કૂલના શિક્ષક સાથે મળી 77ર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના બાળકો અને શિક્ષકો દ્વારા તિરંગા રેલી યોજવામાં આવી. આ રેલીમાં બાળકો દ્વારા  હર ઘર તિરંગા, મારી માટી મારો દેશ અને જ્ય હિન્દ જય ભારત, જય જવાન જય કિશાન જેવા પોસ્ટર અને નારા સાથે રેલી ફરી હતી.

amdavad 15 1

77માં સ્વતંત્રતા દિવસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.અમદાવદ શહેરના મેયર કિરીટ પરમાર દ્વારા રાણીપમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો..ધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆત રાણીપ બસ ડેપો થી  ધ્વજવંદન સ્થળ સુધી ત્રિરંગા યાત્રા થી કરવામાં આવી હતી..મેયર કિરીટ પરમાર દ્વારા ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગાઈ ધ્વજ વંદન કરવામાં આવ્યું..મેયર કિરીટ પરમાર, મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેંનારસન સહિત સાબરમતીના ધારાસભ્ય ડો હર્ષદ પટેલ તેમજ સ્વાતંત્ર સેનાની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.. મેયર કિરીટ પરમાર દ્વારા સૌ નગરજનોને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી તેમજ સ્વાતંત્ર પર્વનો સંદેશ આપતા જણાવ્યું કે સમગ્ર દેશ હરઘર તિરંગા તેમજ મેરી માટી મેરા દેશ ના કાર્યક્રમની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર માં અને પ્રકારના પ્રજાલક્ષી કામો થઈ રહ્યા છે..


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.