GUJARAT WEATHER :   અમદાવાદમાં જામ્યું ધૂળનું સામ્રાજ્ય, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ  

0
90

GUJARAT WEATHER :  હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેને પગલે આજે સૌરાષ્ટ્ર, મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરાં સાથે ભારે વરસાદ પડ્યો છે. આકરી ગરમી વચ્ચે વરસાદ આવતાં લોકોને ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

44

GUJARAT WEATHER :   અમદાવાદમાં ધૂળની ડમરીઓ પણ ઉડી


GUJARAT WEATHER :   અમદાવાદ-ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં ઝડપી પવન ફૂંકાવાની સાથેસાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને વાતાવરણ તથા કેટલાક વિસ્તારમાં વરસાદી વાદળ જામ્યા છે. અમદાવાદમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝીબિલિટિનાં કારણે વાહન ચાલકો અને હાલાકી નો સામનો કરવો પડ્યો છે. ભારે પવનને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા હોર્ડિગ્સ પણ ફાટી ગયા હતાં. અનેક જગ્યાએ પતરા પણ નીચે પડ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

5 20
GUJARAT WEATHER

GUJARAT WEATHER :   પાટણ-સાબરકાંઠામાં વરસાદ


સાબરકાંઠા જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેડબ્રહ્મા, ઇડર, વિજયનગર અને હિંમતનગર આસપાસ વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પણ વરસ્યો હતો. તો પાટણમાં પણ ધૂળની ડમરીઓ ઉડી હતી.

GUJARAT WEATHER :   ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ

49
GUJARAT WEATHER


રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં અનેક શહેરોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ, વેરાવળ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી. એ આગાહી મુજબ આજરોજ ભાવનગર શહેર તથા જિલ્લામાં તીવ્ર ગતિએ પવન ફૂંકાવા સાથોસાથ વાદળો ઘેરાયાં હતાં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો