HomeBreaking NewsMORBI NEWS :  24 કલાકમાં નદીમાં ડૂબવાની બીજી ઘટના, મોરબીની મચ્છુ નદીમાં...

MORBI NEWS :  24 કલાકમાં નદીમાં ડૂબવાની બીજી ઘટના, મોરબીની મચ્છુ નદીમાં એક યુવાન સહીત ત્રણ સગીર ડૂબ્યા  

MORBI NEWS :  રાજ્યમાં 24 કલાકમાં નદીમાં ડૂબવાની બીજી એક ઘટના સામે આવી છે, ગતરોજ પોઈચામાં 7 લોકો નર્મદામાં ડૂબ્યા હતા ત્યારે આજે મોરબીના નવા સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં છ સગીર અને એક યુવાન નદીમાં નાહવા પડ્યા હતા. નાહતા નાહતા અચાનક નદીમાં પગ લપસી જતાં એક યુવાન અને બે સગીર નદીમાં ડૂબી ગયાના સમાચાર સામે આવ્યા છે.

MORBI NEWS

જ્યારે અન્ય સગીરો જીવ બચાવીને બહાર આવી ગયા છે. ફાયર અને પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.

MORBI NEWS

MORBI NEWS :   ગતરોજ પોઈચા ખાતે 8 લોકો  ડૂબવાની ઘટના બની હતી

તમને જણાવી દઈએ કે નર્મદાના રાજપીપળાના પોઈચા નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે સુરતથી આવેલા 8 પ્રવાસીઓ  નર્મદા નદીમાં નાહ્વા પડ્યા હતા, અને અચાનક તણાઈ ગયા હતા. સ્થાનિક બોટ ચાલકોએ એકને બચાવી લીધો છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે.

MORBI NEWS

MORBI NEWS :   આજે વહેલી સવારે એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે અન્ય 6 ની હજુ શોધખોળ ચાલુ છે,  પ્રાથમિક પૂછપરછમાં નદીમાં ડૂબનાર સાત હતભાગીઓના નામ સામે આવ્યા છે. જેમાં 6 બાળકો છે જેમની ઉંમર 15 વર્ષથી નાની છે, તો એક વયસ્ક છે. ભોગ બનનાર લોકોમાં (1) આર્યન ઝીઝાળા (ઉ. 7 વર્ષ), (2) વ્રજ બલદાણિયા (ઉ. 11 વર્ષ), (3) આરનવ બલદાણિયા (ઉ. 12 વર્ષ), (4) મૈત્ર્ય બલદાણિયા (ઉ. 15 વર્ષ), (5) ભાર્ગવ હદિયા (ઉ. 15 વર્ષ), (6) ભાવેશ હદિયા (ઉ. 15 વર્ષ) તો (7) ભરતભાઈ બલદાણિયા (ઉ. 45 વર્ષ)નો સમાવેશ થાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments