જામ ખંભાળિયા ના રખડતા શ્વાનનો આતંક

0
251

ગુજરાત રાજ્યમાં અવાર નવરા રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધતો જી રહ્યો છે ત્યારે અમદાવાદ ,સુરત ,ભાવનગર,જામનગર ,વડોદરા,પંચમહાલના અનેક વિસ્તારમાં બાળકોને શ્વાન દ્વારા બાચકા ભરવાના કિસ્સાઓ સામે આવ્યા છે,ત્યારે આજરોજ દેવભૂમિદ્વારકામાં આવેલ જામ ખંભાળિયા ના શક્તિનગરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે શક્તિનગરમાં આવેલ હાઉસીંગ બોર્ડના રહેણાંક વિસ્તારમાં શ્વાનએ બે થી ત્રણ બાળકો ને બચકાં ભર્યા હતા શ્વાને 6, વર્ષની બાળકીને કાન અને મોઢાના ભાગે બચકા ભરતા બાળકીને ગંભીર ઈજાઓ પોહચી હતી.બાળકીનો બચાવ કર્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હોસ્પીટલમાં ડોક્ટર દ્વારા બાળકીને જરૂરી સારવાર અપાઇ હતી.જ્યાં બાળકીને મોઢાના ભાગે આઠ જેટલા ટાંકા આવ્યા હતા.જામ ખંભાળિયા માં શ્વાનના વધતા જતા  આતંકથી વેકેશનમાં પણ બાળકો ઘરમાં રહેવા મજબુર બન્યા છે જેથી સ્થાનિકો દ્વારા તંત્રને કડક પગલા લઇ  શ્વાનને પકડી લે તેવી માંગ કરાઈ છે.ત્યારે રાજ્યમાં વધતા જતા શ્વાનના આતંકને કારણે સરકારે કડક પગલા લઈને ખસીકરણ કરાવવું જરૂરી છે

જામ ખંભાળિયાના રખડતા શ્વાનનો આતંક

રહેણાંક વિસ્તારમાં શ્વાનએ બાળકોને બચકાં ભર્યા

બે થી ત્રણ બાળકોને શ્વાને બચકાં ભર્યા

રખડતા શ્વાનનો આતંક
રખડતા શ્વાનનો આતંક

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

જામ ખંભાળિયાના રખડતા શ્વાન
જામ ખંભાળિયાના રખડતા શ્વાન

ગુજરાતમાં રખડતા શ્વાનના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. દિવસે ને દિવસે રખડતા શ્વાનની સંખ્યા વધતી જતી હોય તેવુ લાગી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, દેશના ઘણા રાજ્યો છે કે જ્યા આ શ્વાનની સંખ્યા અચાનક જ બમણી થઇ ગઇ છે. જેમા ઉત્તરાખંડ, ઓડિશા, કર્ણાટક અને મેઘાલય સહિત સાત રાજ્યોમાં પણ શ્વાનો આતંક વધી ગયો છે.જાણો ગાંધીનગર વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ