Home State Gujarat PMO Alert, IT Action: પ્રવીણ અગ્રવાલના PMOને પત્ર બાદ ITની તવાઈ: લક્ષ્મી...

PMO Alert, IT Action: પ્રવીણ અગ્રવાલના PMOને પત્ર બાદ ITની તવાઈ: લક્ષ્મી ગ્રુપ પર દરોડા, 2000 કરોડના કૌભાંડના પુરાવાથી ગજેરા બંધુઓની મુશ્કેલી વધી

0
306
IT Action
IT Action

PMO Alert, IT Action: સુરતના રિયલ એસ્ટેટ અને ટેક્સટાઈલ જગતમાં મોટો ભૂકંપ સર્જાયો છે. લક્ષ્મી ગ્રુપ સાથે સંકળાયેલા ગજેરા બંધુઓ પર ઈન્કમટેક્સ વિભાગે કરેલી મોટી કાર્યવાહી પાછળ પ્રવીણ અગ્રવાલ ઉર્ફે ‘પ્રવીણ ભૂત’ દ્વારા વડાપ્રધાન કાર્યાલય (PMO)ને લખાયેલો ચોંકાવનારો પત્ર મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. આ પત્રમાં માત્ર ગંભીર આક્ષેપો જ નહીં, પરંતુ આશરે 2000 કરોડ રૂપિયાના કથિત કૌભાંડના દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હોવાની ચર્ચા છે.

પ્રવીણ અગ્રવાલ, જે એક સમયે ગજેરા બંધુઓના નજીકના ગણાતા હતા, તેમણે જ સમગ્ર સામ્રાજ્યના કાચા ચિઠ્ઠા પીએમઓ સમક્ષ ખોલી મૂક્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમના પત્રોમાં રિયલ એસ્ટેટ અને ટેક્સટાઈલ બિઝનેસમાં કાયદાની ખુલ્લેઆમ અવગણના, બ્લેક મની અને હવાલા વ્યવહારો અંગે ગંભીર વિગતો રજૂ કરવામાં આવી છે.

PMO Alert, IT Action

PMO Alert, IT Action: PMO સુધી સીધી ફરિયાદ, ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

PMO Alert, IT Action

પ્રવીણ અગ્રવાલે કોઈ સામાન્ય અધિકારી નહીં પરંતુ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ચાલતા રોકડ વ્યવહારો અંગે જાણકારી આપી હતી. પત્રમાં જણાવ્યા અનુસાર, ટેક્સટાઈલ માર્કેટમાં મોટાપાયે રોકડ વ્યવહાર થાય છે, જેનો કોઈ સત્તાવાર હિસાબ દેખાતો નથી. 2000 કરોડ રૂપિયાના આંકડા સાથે રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈ PMO સ્તરેથી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા, જેના પગલે IT વિભાગ હરકતમાં આવ્યું.

PMO Alert, IT Action: મિલેનિયમ માર્કેટના રોકડ સોદાનો ખુલાસો

પત્રમાં મિલેનિયમ-2 અને મિલેનિયમ-4 ટેક્સટાઈલ માર્કેટના દુકાન વેચાણ અંગે ચોંકાવનારા ખુલાસા કરાયા છે. દાવો કરવામાં આવ્યો છે કે હજારો દુકાનોના વેચાણમાં 90 ટકા કરતા વધુ રકમ રોકડમાં લેવાઈ હતી. આ બ્લેક મનીને પ્રોજેક્ટ ખર્ચમાં દર્શાવવાને બદલે ખાનગી રીતે વપરાઈ હોવાનો આરોપ છે. IT વિભાગે આ દાવાઓના આધારે માર્કેટના હિસાબોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

PMO Alert, IT Action: હોંગકોંગ સુધી પહોંચતી મની ટ્રેલ

કૌભાંડના તાર વિદેશ સુધી પહોંચતા હોવાનું પણ પત્રમાં ઉલ્લેખાયું છે. આરોપ છે કે સુરતમાંથી એકત્ર થયેલી રોકડ રકમ હવાલા મારફતે હોંગકોંગ મોકલવામાં આવતી હતી અને ત્યાંથી વિદેશી રોકાણ તરીકે ફરી ભારતમાં લાવી ‘વ્હાઇટ’ કરવામાં આવતી હતી. આ નાણાંનો ઉપયોગ કરીને કંપનીમાં મૂળ ભાગીદારોના શેર ઘટાડીને કબજો મેળવવામાં આવ્યો હોવાનો દાવો છે.

PMO Alert, IT Action

મેહુલ ચોક્સી–PNB કૌભાંડ સાથેની સંભવિત કડી

પત્રનો સૌથી ગંભીર મુદ્દો પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી સાથેની સંભવિત લિંક છે. આરોપ છે કે મેહુલ ચોક્સીના ‘પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ ગજેરા બંધુઓના પ્રોજેક્ટ્સમાં રોકાયા હતા. IT અને DDI વિંગ હવે તપાસી રહી છે કે આ પ્રોજેક્ટ્સમાં કૌભાંડી નાણાંનો ઉપયોગ થયો છે કે નહીં.

ઈકો સેલમાં ફરિયાદ, સેટલમેન્ટની નિષ્ફળ કોશિશ

PMO સાથે સાથે પ્રવીણ અગ્રવાલે સુરત ઈકો સેલમાં પણ અરજી કરી હતી, જેમાં ‘શાંતિ રેસીડન્સીસ’ પ્રોજેક્ટમાં છેતરપિંડી અને શેરધારકોના હક છીનવવાના આરોપો લગાવાયા હતા. તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે ફરિયાદ દબાવવા માટે રાજકીય મધ્યસ્થી દ્વારા સેટલમેન્ટની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ મામલો PMO સુધી પહોંચતાં આ દાવ નિષ્ફળ રહ્યો.

ફરિયાદી પણ તપાસના ઘેરામાં

PMO Alert, IT Action

આ તપાસમાં એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે IT વિભાગે ખુદ ફરિયાદી પ્રવીણ અગ્રવાલના ઘરે પણ દરોડા પાડ્યા. એજન્સીઓનું માનવું છે કે સમગ્ર કૌભાંડની કડી સમજવા ફરિયાદી અને આરોપી બંનેના નાણાકીય વ્યવહારોની તપાસ જરૂરી છે.

ડિજિટલ પુરાવા જપ્ત
DDI વિંગે દરોડા દરમિયાન અનેક કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન અને ડિજિટલ સ્ટોરેજ જપ્ત કર્યા છે. પત્રમાં ઉલ્લેખિત વ્હોટ્સએપ ચેટ્સ, ઈમેલ્સ અને કથિત ‘કાચી ડાયરીઓ’ની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. આ ડિજિટલ પુરાવા આવનારા સમયમાં કોર્ટમાં મહત્વપૂર્ણ સાબિત થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :Mumbai: મુંબઈમાં ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ, જુહુ વિસ્તારમાં ભયનો માહોલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે