ગાંધીનગર વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ

0
71
ગાંધીનગર વાતાવરણમાં પલટો
ગાંધીનગર વાતાવરણમાં પલટો

આજે વહેલી સવારથી ગાંધીનગર, માણસા કલોલ અને દહેગામમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો હવામાન વિભાગ દ્વારા સવારનાં 6 વાગ્યાથી વરસાદ વરસવાનું શરુ થયું હતું .ત્યારે ગાંધીનગરમાં વહેલી સવારથી એકધારો વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.વીઝીબીલીટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી.ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ જૂનથી ગુજરાત પર ચક્રવાતની અસર શરૂ થશે જે સાત જૂન સુધી રહેવાની સંભાવના છે. રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.ત્યારે હવામાન વિભાગના મતે સાયક્લોનિક સિસ્ટમની તીવ્રતા ઉપર બધો જ આધાર છે. હાલમાં ચક્રવાતનું મોડેલ વિવિધ સ્થિતિ દર્શાવી રહ્યુ છે. આ ચક્રવાત ન સર્જાય અને તે ગતિ પકડે તો નેઋત્યના ચોમાસાની ગતિ ઉપર પણ અસર પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના મતે સાયક્લોનથી ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી શકે છે.

ગાંધીનગરમાં વહેલી સવાર એકા-એક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું .અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા પાટનગર વાસીઓને વરસાદ વરસતા ગરમીથી રાહત અનુભવી હતી આગામી દિવસમાં હવામાન વિભાગે વાવાજોડા સાથે વરસાદની આગાહી કરી છે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

ગાંધીનગર એકા-એક વાતાવરણમાં પલટો

વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ

પાટનગર વાસીઓને ગરમીથી મળી રાહત

ગાંધીનગર વાતાવરણમાં પલટો
ગાંધીનગર વાતાવરણમાં પલટો