જુનિયર ક્લાર્કની પરિક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આ તારીખે થશે જાહેર

0
37

 જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ત્યારે હાલ પરીક્ષા સાહિત્ય સુરક્ષિત રીતે પહોંચાડવાની કામગીરી ચાલુ છે. તેમજ સ્કેનિંગ થાય તેની કામગીરી ચાલુ છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ફરી ટ્વિટ કરીને પ્રોવિઝનલ આન્સર કી 11 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. તેની જાણકારી પરીક્ષાર્થીઓને આપી હતી. તેમજ બે મહિના બાદ  એટલે કે  જુન મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.