MODI : કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીના ધ્યાનની સમાપ્તિ થઇ ગઈ છે, ૨ દિવસથી વડાપ્રધાન મોદી રોક મેમોરીયલમાં ધ્યાનમાં બેઠા હતા, જે આજે લગભગ 1.30 વાગ્યે પૂર્ણ થયો હતો. પીએમ મોદીએ શનિવારે સવારે સૂર્ય પૂજાથી શરૂઆત કરી હતી. આ પછી પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા અને હાથમાં માળા લઈને મંડિકની પ્રદક્ષિણા કરી. આ પછી પીએમ મોદી તમિલ કવિને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.


MODI : કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાનની પુર્ણાહુતી થઇ છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે PM મોદીએ શનિવારે સૂર્યોદય સમયે ‘સૂર્ય અર્ઘ્ય’ અર્પણ કર્યા પછી તેમના ધ્યાનના બીજા અને છેલ્લા દિવસની શરૂઆત કરી હતી. PMએ બપોરે 1.30 વાગ્યે તેમનું ધ્યાન સમાપ્ત કર્યું હતું.
MODI : સમુદ્રના પાણી અને ગુલાબનો ઉપયોગ કરીને પ્રાર્થના કરી


MODI : PM મોદીએ શનિવારે તેમની સવારની શરૂઆત ‘સૂર્યને અર્ઘ્ય’ અર્પણ કરીને કરી હતી, જે આધ્યાત્મિક અભ્યાસ સાથે સંકળાયેલી એક વિધિ છે જેમાં ભગવાન સૂર્યના રૂપમાં પ્રગટ થયેલા સર્વશક્તિમાનને નમસ્કારનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પીએમએ અર્ઘ્ય તરીકે સમુદ્રના પાણી અને ગુલાબનો ઉપયોગ કરીને પ્રાર્થના કરી હતી.
MODI : આ દરમિયાન પીએમ મોદીએ ભગવા કપડા પહેર્યા હતા અને તેમણે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. તેમણે હાથમાં ‘જાપ માલા’ લઈને મંડપની ફરતે પરિક્રમા પણ કરી હતી.અમે તમને જણાવી દઈએ કે કન્યાકુમારી તેના સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે પ્રસિદ્ધ છે અને આ રોક મેમોરિયલ દરિયાકિનારે એક નાના ટાપુ પર બનાવવામાં આવ્યું છે.


MODI : પીએમ મોદીએ 30 મેના રોજ સાંજે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું હતું અને તે શનિવારે બપોરે પૂર્ણ થયું છે. છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચારની સમાપ્તિ બાદ પીએમ મોદી તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે 131 વર્ષ પહેલા જ્યારે સ્વામી વિવેકાનંદ 1892માં કન્યાકુમારી આવ્યા હતા ત્યારે તેમણે આ સમુદ્રી શિલા પર ધ્યાન ધર્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો