મેડલની કિંમત ૧૫ રૂપિયા, જયારે તેમને મળેલું સમ્માન કરોડોમાં : બ્રિજભૂષણ

0
63

દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનો ધરણા હજુ પણ યથાવત છે. આ મામલે હરિયાણાની ખાપ પંચાયતો દ્વારા સરકારને આપવામાં આવેલા અલ્ટીમેટમને લઈને માત્ર 2 જ દિવસ બાકી છે. તે છતાં બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડ કરવામાં આવી નથી. આ દરમિયાન બ્રિજભૂષણે કહ્યું છે કે, “મેડલની કિંમત 15 રૂપિયા છે, જો તમે તેને પરત કરવા માંગતા હોવ તો કરોડો રૂપિયાનું રોકડ પુરસ્કાર પરત કરો. તેમને દરેક ગામમાં માન-સન્માન મળ્યું છે. તેની કિંમત કરોડો રૂપિયા છે. ખેલાડીઓએ તેને પરત કરવું જોઈએ. ત્યારબાદ જ તેમના મેડલ પરત ગણવામાં આવશે. રમતગમતના કારણે તેમને સરકારી નોકરી પણ મળી છે.”