મરચાંની તીખાસમાં થયો ભાવ વધારો

0
41

હાલ મરી-મસાલાની સિઝન ચાલી રહી છે. ચાલુ વર્ષે ગત વર્ષ કરતા મરચાના ભાવમાં 25 ટકાથી લઇને 100 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જેના પગલે  ગૃહીણીઓને મરચા કરતા તેના ભાવની તીખાસ વધુ લાગી રહી છે.આ વર્ષે વરસાદી  માવઠું અને પ્રતિકુળ વાતાવરણને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.વાત કરીએ મરચાની તો મરચાના ભાવમાં 25 ટકાથી લઇને 100 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. વેપારી અથવા યાર્ડમાંથી ખરીદી કરીએ તો 18 ટકા જીએસટી તથા મજુરીનો ચાર્જ ગણતા 20 ટકા વધુ ભાવ ચુકવવા પડે છે. માર્ચમાં ભાવ વધારાની વાત કરીએ તો કાશ્મીરી મરચાનો ભાવ 500  જેમાં 150 નો વધારો, ધોલર મરચાનો ભાવ 600 જેમાં 300 નો વધારો અને ગોંડલીયા મરચામાં 400 ભાવ જેમાં રૂપિયા 200 નો વધારો થયો છે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.