HomeBreaking Newsજુન ૨૦૨૩ના નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે

જુન ૨૦૨૩ના નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે

નવી શિક્ષણ નીતિ દેશભરમાં થશે લાગુ

જુન 2023ના નવા સત્રથી દેશભરમાં નવી શિક્ષણ નીતિ લાડુ થશે. અને શિક્ષણમાં ઘણા બદલાવ આવી રહ્યા છે સ્કીલબેઝ શિક્ષણ પર ભાર મુકવામાં આવશે. અને બાળશિક્ષામાં ભાર વિનાના ભણતર પર વધુ ધ્યાન આપવામાં આવશે.

દેશના તમામ છાત્રો પર ૨૦૨૭ સુધીમાં વાંચન,લેખન અને ગડતર પર ક્ષમતા પૂરી કરવાનો લક્ષ્યાંક છે તે અંતર્ગત જુન 2023 નવા સત્રથી ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે અંગે ભાર મુકવામાં આવશે .

પ્રાથમિક શિક્ષણમાં પ્રી સ્કૂલ કે બાળ મંદિર હવે પ્રાથમિક શિક્ષણના સરકારી દાયરામાં લેવામાં આવશે. ધો.1 માં 6 વર્ષ પૂર્ણ થયા પછીજ પ્રવેશ આપવાની કડક અમલવારી અને ધો. 5 સુધી gujrati માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે. અને અન્ય ભાષા અંગ્રેજી માધ્યમ ની ભાષા ગૌણ ભાષા તરીકે અભ્યાસ ક્રમમાં રહેશે ..

સાથેજ ધોરણ 6 થી gujrati અને અંગ્રેજી ફરજીયાત કરવામાં આવશે. આ સાથે સંગીત, ચિત્ર, વ્યાયામ જેવા વિષયો અભ્યાસક્રમમાં સાંકળીને શિક્ષણને રસપ્રદ બનાવવામાં આવશે. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ વધુ સમાચાર માટે જોતા રહો VR live

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments