ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામો થયા જાહેર,ઈતિહાસમા પ્રથમવાર સત્તાપક્ષને જાહેર હિસાબ સમિતિમાં સ્થાન

0
55

ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામો જાહેર કરી દેવામા આવ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિની જાહેરાતની સાથે જ વિધાનસભામાં ઇતિહાસ રચાયો છે. જેમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુ વાઘાણીને બનાવાયા છે. મહત્વનું છે કે જાહેર હિસાબ સમિતિ ઈતિહાસમા પ્રથમવાર સત્તાપક્ષને સ્થાન મળ્યું છે
આ ઉપરાંત જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના પણ 2 સભ્યને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાને સમિતિમાં સ્થાન અપાયુ છે. વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.અંદાજ સમિતિના ચેરમેન તરીકે મનીષાબેન વકીલને આરૂઢ કરાયા છે. તેમજ અંદાજ સમિતિમા કોંગ્રેસના ડો.તુષાર ચૌધરીનો સમાવેશ કરાયો છે. તથા રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા કોંગ્રેસના અનંત પટેલને પણ સ્થાન મળ્યું છે. તે જ રીતે પંચાયતી રાજ સમિતિમાં પંકજ દેસાઈને અધ્યક્ષ બનાવાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ સ્થાન મળ્યું છે. તો રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા પી.સી.બરંડા અધ્યક્ષ બન્યા છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સમિતિમાં કિરીટ પટેલ, હાર્દિક પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.