HomeDeshમમતા બેનર્જીએ કેમ કહ્યું કે હું રાજીનામું આપી દઇશ

મમતા બેનર્જીએ કેમ કહ્યું કે હું રાજીનામું આપી દઇશ

TMCનો નેશનલ પાર્ટીનો દરજ્જો ગયાં બાદ CM મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોન કર્યો હોવાની અફવાઓ ચાલી રહી છે. હવે તેના પર પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જીનું નિવેદન આવ્યું છે. મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે TMCને નેશનલ પાર્ટીનો દરજ્જો અપાવવા માટે અમિત શાહને ફોન કરવાની વાત જો સાચી નિકળી તો હું રાજીનામું આપી દઈશ.ખોટી વાતો ફેલાવનારાઓ પર કેસ કરશું..- મમતા બેનર્જીતેમણે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનો રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો ગયાં બાદ મમતા બેનર્જીએ અમિત શાહને 4 વખત ફોન કર્યો હતો. આ ખોટી વાતો કરનારા લોકોની સામે અમે કેસ નોંધાવશું. જે લોકો આ અસત્ય ફેલાવી રહ્યાં છે તે બધા પાસે અમે માફી મંગાવીને રહેશું. હું ભારતની રાજનીતિ ઘણી સારી રીતે સમજું છું. અમારા 4 વિધાયકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments