અમદાવાદમાં આજે રમાશે IPL-2023ની ફાઈનલ

0
320

વરસાદની આગાહી વચ્ચે ક્રિકેટના રસિયાઓ ઉત્સાહમાં

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ફાઈનલ મેચનો જંગ જામશે. સાંજે 7-30 વાગ્યે આ મેચનો પ્રારંભ થશે. ઇતિહાસમાં પ્રથમ વખત ફાઈનલ મેચ બંને ટીમો વચ્ચે રમી રહી છે. ગઈ સિઝનમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન બની હતી. અને ચેન્નાઈ ગ્રુપ મેચમાંથી બહાર થયું હતું.

અમદાવાદમાં આજે મેચનો ફીવર જોવા મળી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગે જણાવ્યું કે સાંજે ભેજનું વાતાવરણ વધશે અને કડાકા ભડાકા સાથે વરસાદ થઇ શકે છે. જેથી આજની ફાઈનલ મેચમાં મેઘરાજા વિઘ્ન બનશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

વધુ સમાચારની માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ