એ કાળમુખો દિવસ ક્યારેય નહિ ભૂલાય : કચ્છ ભૂકંપને ૨૩ વર્ષ થયા પૂર્ણ

0
125
Kutch earthquake
Kutch earthquake

Kutch earthquake:  આ કાળમુખો દિવસ ક્યારેય નહીં ભૂલાય…વર્ષ 2001માં 26 જાન્યુઆરીનો દિવસ કોઈ પણ ગુજરાતી માટે ભૂલવો આસાન નથી. આ દિવસે ગુજરાતમાં અનેકો જગ્યાઓ પર ધરા ધ્રુજી ઉઠી હતી અને પછી મચ્યો હતો મોતનો તાંડવ. પરંતુ કચ્છમાં ભૂકંપના કારણે ચારેકોર બસ જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો. કચ્છના ભયાનક ભૂકંપના 23 વર્ષ વીતી ગયા છે. પરંતુ એ ભૂંકપની હોનારતને આજે પણ કચ્છવાસીઓ ભૂલી નથી શક્યા.આજે પણ એ ભૂકંપના દ્રશ્યો યાદ કરતાની સાથે લોકોની આંખમાથી આંસુ વહેવા લાગે છે.

Kutch earthquake

Kutch earthquake આજે 26મી જાન્યુઆરી એટલે કે સમગ્ર રાજ્ય અને ભારત દેશ પ્રજાસત્તાકની ઉજવણી કરી રહ્યો છે. આજે ગુજરાત રાજ્યમાં અને દેશમાં ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આજનો દિવસ ગુજરાતના લોકોને ક્યારેય નહીં ભુલાઈ તેવો દિવસ છે. આજે ગુજરાતમાં કચ્છમાં આવેલા ભુકંપની વર્ષી છે. આજથી 23 વર્ષ પહેલા ગુજરાતના કચ્છમાં આવેલા ભુકંપે વિનાશ વેર્યો હતો. આ ભુકંપમાં 20 હજાર લોકોના જીવ ગુમાવ્યા હતા જ્યારે હજારો લોકો બેઘર થયા હતા. આ ઉપરાંત 1.70 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Kutch earthquake  : ભુકંપે ભયાનક તારાજી સર્જી હતી

Kutch earthquake

Kutch earthquake : આજથી બરોબર 23 વર્ષ પહેલા આજના જ દિવસે કચ્છના ભુકંપે ભયાનક તારાજી સર્જી હતી. આ ભુકંપને કારણે કચ્છમાં વિનાશ વેર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે બરાબર 8.45 વાગ્યે રાજ્ય સાથે દેશ તેમજ કચ્છ જિલ્લો પ્રજાસતાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો. આ દરમિયાન અચાનક ધરા ધ્રુજવા લાગી હતી. આ રિકટરસ્કેલ પર 6.9ની તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો અને થોડી જ ક્ષણોમાં બધુ જ હતુ ન હતુ કરી નાખ્યુ હતુ.

આ ભુકંપનું કેન્દ્ર ભચાઉ તાલુકાથી 12 કિ.મી. દુર ચોબારી ગામ પાસે નોંધાયુ હતું અને આ ભૂકંપે 700 કિ.મી. સુધીના વિસ્તારને અસર કરી હતી. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ જમીન દોસ્ત થઈ હતી ગઈ હતી. આ ભુકંપમાં ગુજરાતમાં 20 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે હજારો લોકો બેઘર બન્યા હતા. આ ભીષણ ભૂકંપમાં ૪ લાખ મકાનો ધરાશાયી થયા હતા. આ સિવાય ગુજરાતના 21 જિલ્લામાં ભૂકંપની અસર થઇ હતી.

Kutch earthquake  : કચ્છ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં તારાજી સર્જી હતી

Kutch earthquake

Kutch earthquake  : ગુજરાતના અને ખાસ કરીને કચ્છના લોકોને વર્ષ 2001નો 26મી જાન્યુઆરીનો દિવસ ક્યારેય નહીં ભુલી શકે. હજારો માનવ જિંદગીને ભરખી જનાર ગોઝારા ભૂકંપને બે દાયકા જેટલો સમય વીત્યા બાદ પણ કચ્છના લોકો તે દિવસને નથી ભૂલી શક્યા. કચ્છ ઉપરાંત રાજયના 21 જિલ્લામાં આવેલા 700 કિ.મી. સુધીના ઘેરાવામાં આ ભૂકંપની અસર જોવા મળી હતી. ગુજરાતના 18 શહેરો 182 તાલુકા 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા. સૌથી વધુ ખુવારી કચ્છમાં નોંધાઈ હતી. જેમાં, ભુજ, ભચાઉ, અંજાર અને રાપર તબાહ થઈ ગયા હતા. જયારે કચ્છના 400 ગામો જમીન દોસ્ત થઈ ગયા હતા.

તમે આ પણ વાંચી શકો છો

Nitish Kumar : બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલ, પાટલી બદલી શકે છે નીતિશ કુમાર


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.