રશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીના ભરપેટ વખાણ કર્યા, કહ્યું અમને ભારત પર પૂરો વિશ્વાસ

0
129
Putin Praises PM Modi
Putin Praises PM Modi

Putin Praises PM Modi : ભારત દેશનો સૌથી જુનો મિત્ર ગણાતા દેશ રશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીના ભરપેટ વખાણ કર્યા છે,  તેમણે વડાપ્રધાન મોદીની વિદેશનીતિના વખાણ કર્યા હતા, તેમણે કહ્યું  કે આજના વિશ્વમાં પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું સરળ નથી, પરંતુ 1.5 અબજની વસ્તીવાળા ભારતને તે કરવાનો અધિકાર છે અને તે અધિકાર વડાપ્રધાનના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યો છે.

Putin Praises PM Modi

Putin Praises PM Modi : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન  જેઓએ  ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના ભરપેટ વખાણ કર્યા હતા તેમણે જણાવ્યું તેઓ રશિયા સાથેના ભારતના ગાઢ સબંધને લઈને આશ્વસ્ત છે, તેમણે વિશ્વાસ હતો કે વિદેશી મંચ પર ભારત કદી રશિયાનો વિરોધ કરશે નહિ, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર ધરાવે છે અને આ વર્તમાન વડા પ્રધાનની નેતૃત્વ કુશળતાને કારણે છે. તેમના નેતૃત્વમાં જ ભારત આ ગતિએ પહોંચ્યું છે.

Putin Praises PM Modi

Putin Praises PM Modi : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની ‘સ્વતંત્ર’ વિદેશ નીતિમાં વિશ્વાસ રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી. વ્લાદિમીર પુતિને ગુરુવારે ‘રશિયન વિદ્યાર્થી દિવસ’ નિમિત્તે કાલિનિનગ્રાડ ક્ષેત્રમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

Putin Praises PM Modi

Putin Praises PM Modi : ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યું છે

વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યું છે, જે આજના વિશ્વમાં સરળ નથી, પરંતુ 1.5 અબજની વસ્તીવાળા ભારતને તે કરવાનો અધિકાર છે અને તે અધિકાર વડાપ્રધાનના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ માત્ર નિવેદન નથી, પરંતુ સાથે મળીને કામ કરવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે, કારણ કે તે અમને મધ્યમ અને લાંબા ગાળામાં અમારા ભાગીદારોની ક્રિયાઓની અપેક્ષા રાખવાની તક પૂરી પાડે છે.

Putin Praises PM Modi

Putin Praises PM Modi : આ દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ પણ ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ રશિયાથી આવ્યું છે. અમારી કંપની રોસનેફ્ટ દ્વારા ઓઇલ રિફાઇનરી, ગેસ સ્ટેશનોનું નેટવર્ક, બંદર વગેરેના સંપાદનમાં 23 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.

તમે આ પણ વાંચી શકો છો

એ કાળમુખો દિવસ ક્યારેય નહિ ભૂલાય : કચ્છ ભૂકંપને ૨૩ વર્ષ થયા પૂર્ણ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.