અયોધ્યામાં રામ લલાને 22મી જાન્યૂઆરી 2024ના દિવસે ગર્ભ ગૃહમાં કાયમી પ્રતિષ્ઠિત કરવાની તારીખ નક્કી દેવાઇ છે, અંગે શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યુ હતું કે આ તારીખને ધ્યાનમાં રાખીને રામ લલાની મુર્તિનું નિર્માણ ઓક્ટોબર સુધી અને ગર્ભ ગૃહનું નિર્માણ સપ્ટેમ્બર સુધીમાં પુર્ણ કરવાનો લક્ષ્યાંક છે, ગર્ભગૃહના નિર્માણમાં મકરાણા માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે,, ,તમને જણાવી દઇએ કે મંદિરના પ્રથમ માળે દરબાર હશે, બીજા માળ ખાલી હશે, જેનો ઉપયોગ મંદિરના ઉંચાઇ માટે કરાશે, શિખર, આસન દરવાજામાં સોનાનો ઉપયોગ કરાશે,,ગર્ભગૃહ સુધી પહોચવા માટે 34 પગથિયાં બનાવાયા છે, જે રામ લલાની જે પ્રતિમાં હશે તે પાંચ વર્ષના બાળકની હશે, વૈજ્ઞાનિકોએ તેનુ કામ પુર્ણ કરી લીધુ છે, જેથી રામ નવમી પર રામ લલાના મસ્કત પર સુર્યના કિરણો તિલક લગાવી શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે, જે પાચ મિનિટ સુધી રહેશે જેનું નામ સુર્ય તિલક રખાયું છે