વર્ષનું સૌથી મોટું રાશી પરિવર્તન આવતીકાલે એટલેકે 30 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. જે 12 રાશિઓની માનસિક પરેશાનીઓથી મુક્તિ તો અપાવશે પરંતુ સાથે સાથે વર્ષનું મોટું રાશી પરિવર્તન પણ છે . જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આવતીકાલે 30 મી ઓક્ટોબરના રોજ રાહુ- કેતુ ૫૬૮ દિવસ પછી સંક્રમણ કરશે અને રહું મીન અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે રાહુ અને કેતુ એક એક રાશિથી પાછળ તરફ ગતિ કરશે. રાહુ મેષથી મીન રાશિમાં જશે અને કેતુ તુલા રાશીથી કન્યા રાશિમાં જશે. જ્યોતિષીઓના મત મુજબ રહ્યું મેષમાંથી મીન રાશિમાં પ્રવેશતાની સાથેજ ગુરુ – રાહુની યુતિથી સર્જાયેલ ચાંડાલ યોગ સમાપ્ત થશે. જેણે કારણે અનેક રાશિઓના જાતકોને રાહત મળશે. રાહુ – કેતુનું આ સંક્રમણ લગભગ દોઢ વર્ષા પછી થતું હોવાથી આ વર્ષનો સૌથી મોટો ગ્રહ પરિવર્તન છે. આપને જણાવી દઈએકે રાહુ – કેતુ છાયા ગ્રહોના કારણે કાલસર્પદોષ,પિતૃદોષ, ગુરુ ચાંડાલ યોગ , અને અંગારક યોગ બનતો હોય છે તે રાશિઓના જાતકો , દેશ દુનિયા માટે ખુબ અશુભ ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાહુનું સંક્રમણ આવતીકાલે 30 ઓક્ટોબરે બપોરે 1-33 કલાકે થશે. જે વર્ષનું સૌથી મોટું રાશી પરિવર્તન છે. અને અનેક રાશિઓની સમસ્યાઓનો અંત આવશે.
12 રાશીઓમાંથી કેટલી રાશિઓને ગુરુ – રાહુના ચાંડાલ યોગ સમાપ્ત થવાથી લાભ થશે તે જોઈએ
મેષ રાશિના જાતકોને ગુરુ – ચાંડાલ યોગના અંતથી સૌથી વધુ ફાયદો થવા જઈ રહ્યો છે. આ રાશિમાં છેલ્લા 7 મહિનાથી ગુરુ અને રાહુ અશુભ સંયોગ ચાલી રહ્યો છે. આવતીકાલે તે સમાપ્ત થતાજ અચ્છે દિન આને વાલે હૈ ! ઈચ્છિત નોકરી, વેપારીઓને ન ધારેલો ફાયદો, અને શેર માર્કેટમાં જેઓ રોકાણ કરવા માંગે છે તેમના માટે પણ ચોક્કસ ફાયદો થશે.
વૃષભ રાશિની વાત કરીએ તો આ રાશિમ પરિવર્તન ખુબ જ સકારાત્મક પ્રભાવ પાડશે. આ રાશિના જાતકો માટે પરિવારમાં સુખ સમૃદ્ધિ, વધશે. વ્યાપારમાં પણ ફાયદો જોવા મળશે. આર્થીક લાભની તકો ઉપરાંત સમાજમાં સન્માન , વ્યાપારમાં કરેલા જુના રોકાણમાં લાભ , અને અટકેલા લાભ પુરા થશે. અને જૂની સમસ્યાઓનો અંત આવશે.
મિથુન રાશિના જાતકોને ગુરુ – રાહુના ચાંડાલ યોગ ભંગ થવાથી ઘણો ફાયદો થશે. આ લોકોને નોકરી, અને બિઝનેસમાં મોટો ફાયદો થશે. પ્રગતિ થશે. જુના રોકાણમાં લાભ, અને સમસ્યાઓથી રાહત મળશે. અને અટકેલા કામ પુરા થતા જ ફાયદો થશે.
કર્ક રાશીના જાતકો પર ચાંડાલ યોગનો અંત ખુબ સકારાત્મક રહેશે . બિઝનેશ , કેરિયરમાં સતત પ્રગતિ થવા જઈ રહી છે , જે કામ આ રાશિના જાતકો કરી રહ્યા છે તે કામમાં ફાયદો તો થશે જ પરંતુ નોકરિયાત વર્ગને પ્રમોશનની તકો આવશે. આવકમાં નવા દરવાજા ખુલશે, તેજ સમયે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક તૈયારીઓ કરી રહ્યા છે તેમને આવનારા દોઢ વર્ષમાં ચોક્કસ સરકારી નોકરીના યોગ બનશે , કર્ક રાશીના જાતકો માટે શુભ સમય આવી રહ્યો છે. વેપારમાં વિસ્તરણ, કામકાજ સાથે જોડાયેલા અંગત હિતેચ્છુઓ આ રાશિના જાતકો સાથે વેપાર વૃદ્ધીમાં સાથ આપશે . અને આ વર્ષનું સૌથી મોટું રાશી પરિવર્તન ફાયદા કારક અને ચાંડાલ યોગથી મુક્તિ અપાવશે . જ્યોતિષીઓના મત પ્રમાણે આવનારા સમયમાં સંયમ સાથે આગળ વધુ અને નિર્ણયો લેશો તો ચોક્કસ શુભ ફળ મળશે.
સિંહ રાશિના જાતકો માટે આ રાશી પરિવર્તન ભાગ્યનો સાથ આપશે. અને આર્થીક લાભ અપાવશે , કન્યા રાશિના જાતકો પર નકારાત્મક અસરો જોવા મળશે. અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. તુલા રાશિમાં લોકોને સફળતા મળશે. સમસ્યાઓથી રાહત મળશે . અને આરોગ્યમાં સુધારો જોવા મળશે . વૃષિક રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ અને અટકેલા કામ પૂર્ણ થવા યોગ છે. , ધન રાશિના જાતકોને સારા દિવસો પચ્ચા આવશે નોકરિયાતોને લાભ, આર્થીક સ્થિતિ સુધારશે.
મકર રાશિના જાતકો માટે ચાંડાલ યોગ સૌથી પ્રભાવ શાળી થવાનો છે. મકર રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે . અને રાહુના કરને પ્રભાવ ઓછો થશે. ખર્ચ કરતા આવક વધે. માનસિક બોજ ઓછો થશે. સુખ સમૃદ્ધિની સંભાવના , સ્વાસ્થમાં સુધારો, અને જો લાંબા સમયથી આરોગ્ય અંગે ચિંતા હોય અને પીડાતા હોય તેઓને આ સમસ્યા પૂરી થઇ જશે. અને જીવન સુખમય બનશે તેમાં કોઈ બે મત નથી.
કુંભ રાશિના જાતકો માટે પણ શુભ સમય આવી રહ્યો છે. વાણીમાં મધુરતા રાખવી , અને મીન રાશિના જાતકોને નાણાકીય પરિસ્થિતિ સુધારશે અને ખાસ લાભ દાયક પરિવર્તન રહેશે નહિ.