Home Main ગુજરાતની રાજનીતિમાં હડકંપ; સુસાઇડ નોટમાં આ ધારાસભ્ય નું નામ લખી યુવકનો આપઘાત

ગુજરાતની રાજનીતિમાં હડકંપ; સુસાઇડ નોટમાં આ ધારાસભ્ય નું નામ લખી યુવકનો આપઘાત

0
545
ધારાસભ્ય
ધારાસભ્ય

જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં સુસાઈડ નોટમાં મૃતક યુવકે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જૂનાગઢના ચોરવાડમાં યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ખળભળાટ મચી પામ્યો છે. આ ઘટનામાં ગુજરાતના ધારાસભ્ય નું નામ આપ્યું છે. ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત 3 લોકો મારી નાંખવાની ધમકી આપતા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ બદનામ કરવા માટે યુવકની હત્યા થઈ હોવાનો વિમલ ચૂડાસમાએ દાવો કર્યો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગળેફાંસો ખાઈને યુવકે ટૂંકાવ્યું જીવન
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં મૃતક યુવકે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે જ સુસાઈડ નોટમાં MLA સહિત 3 લોકો મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

પોલીસે શરૂ કરી તપાસ
આ અંગેની જાણ પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ તાત્કાલિક ઝુઝારપુર ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવકે સુસાઈડ નોટમાં MLA વિમલ ચુડાસમાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોટમાં MLAના નામથી ખળભળાટ
સુસાઈડ નોટમાં લખેલું છે કે, ‘મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને તેના જીમેદાર 3 વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે