વર્ષ ૨૦૨૧માં સેલવાસના રૂદાના ગામના યુવકે કપરાડાની યુવતી ૫ર દુષ્કર્મ આચરવાના કેસમાં સેલવાસ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને ૧૨ વર્ષની કેદ અને રૂપિયા ૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. મળતી વિગત પ્રમાણે, આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ અંગ પળોના અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરી દીધા હતા. પીડિતાને આ વાતની જાણ થતા જ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.