અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું

0
185
અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું
અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું

તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું

120 કરોડના ખર્ચે નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

અરુણાચલ પ્રદેશમાં સ્થિત તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રવિવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજનો દિવસ અરુણાચલ પ્રદેશ માટે ઐતિહાસિક દિવસ છેકેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે લોહિતમાં સ્થિત તેજુ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ હાજર હતા. હાલમાં આ એરપોર્ટ એક જ રનવેથી કાર્યરત છે. આ એરપોર્ટ કુલ 212 એકરમાં ફેલાયેલું છે. 120 કરોડના ખર્ચે નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે

.તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવા માટે અંદાજે 120 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ એરપોર્ટથી ઇમ્ફાલ, ગુવાહાટી અને ડિબ્રુગઢ માટે સીધી ફ્લાઇટ્સ છે. જેના કારણે પ્રાદેશિક જોડાણમાં ભારે વધારો થયો છે. ઉદ્ઘાટન દરમિયાન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું, આનાથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કનેક્ટિવિટી વધશે. આ ઉપરાંત, તે પ્રદેશના આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

જ્યોતિરાદિત્ય સિંધીએ વધુમાં કહ્યું હતું કે  અરુણાચલ પ્રદેશ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. પહેલા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં માત્ર નવ એરપોર્ટ હતા, પરંતુ હાલમાં તેમની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા અને સંકલ્પના કારણે આ શક્ય બન્યું છે.

અરુણાચલ પ્રદેશમાં સ્થિત તેજુ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રવિવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજનો દિવસ અરુણાચલ પ્રદેશ માટે ઐતિહાસિક દિવસ છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ