Tamannaah Bhatia : મુશ્કેલીમાં ફસાઇ તમન્ના ભાટિયા, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ

0
106
Tamannaah Bhatia
Tamannaah Bhatia

Tamannaah Bhatia :  મહારાષ્ટ્ર સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ મોકલ્યું છે. આ મામલો 2023માં ફેરપ્લે એપ પર આઈપીએલ મેચ જોવાના પ્રચાર સાથે સંબંધિત છે. આ એપ મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ એપ સાથે જોડાયેલી છે. એક્ટ્રેસને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

Tamannaah Bhatia

Tamannaah Bhatia :  મહારાષ્ટ્ર સાયબર સેલે વાયકોમની ફરિયાદ પર ફેરપ્લે એપ વિરુદ્ધ FIR નોંધી હતી અને આ મામલે વધુ તપાસ કરવા માટે ભાટિયાની પૂછપરછ કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે તમન્ના ભાટિયાએ ફેરપ્લેનો પ્રચાર કર્યો હતો તેથી જ તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સાયબર પોલીસ ભાટિયા પાસેથી એ સમજવા માંગે છે કે ફેરપ્લેને પ્રમોટ કરવા માટે તેનો સંપર્ક કોણે કર્યો, તેણે કેવી રીતે પ્રમોશન કર્યું હતું અને અને તેના માટે તેને કેટલા પૈસા મળ્યા અને કેવી રીતે આપવામાં આવ્યા.

Tamannaah Bhatia

Tamannaah Bhatia :  જ્યારે વાયકોમે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે ફેરપ્લેએ ટાટા આઇપીએલ 2023ને ગેરકાયદેસર રીતે દર્શાવ્યું હતું અને તેના કારણે તેમને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. નોંધનીય છે કે આ મામલે સાયબર સેલે અત્યાર સુધી રૈપર બાદશાહનું નિવેદન નોંધ્યું છે.

Tamannaah Bhatia :  વિવિધ દેશોમાંથી પૈસા આવ્યા!

Tamannaah Bhatia

Tamannaah Bhatia : આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ફેરપ્લેએ કલાકારોને અલગ-અલગ કંપનીઓના ખાતામાંથી પૈસા આપ્યા હતા. સંજય દત્તને પ્લે વેન્ચર નામની કંપનીના ખાતામાંથી પૈસા મળ્યા હતા, જે કુરાકાઓ સ્થિત કંપની છે. જ્યારે બાદશાહને Lycos Group FZF કંપનીના ખાતામાંથી પૈસા મળ્યા, આ કંપની દુબઈ સ્થિત છે, જ્યારે જેકલિન ફર્નાન્ડિસને Trim General Trading LLC નામની કંપનીના ખાતામાંથી પૈસા મળ્યા છે, આ કંપની દુબઈ સ્થિત છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો