SRH vs RCB : આજે ફરી જોવા મળશે રનનો વરસાદ, મેદાનનો રેકોર્ડ છે ગજબ  

0
73
SRH vs RCB
SRH vs RCB

SRH vs RCB : આજે આઈપીએલ 2024માં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનની 41મી મેચ રમાવાની છે. અત્યાર સુધીમાં હૈદરાબાદની ટીમે આ સિઝનમાં ઘરઆંગણે એકપણ મેચ હારી નથી. ત્યારે ફરી એકવાર તેઓ ઘરઆંગણે જીત મેળવવાના ઈરાદા સાથે બેંગલુરુ સામે મેદાનમાં ઉતરશે.  

SRH vs RCB

SRH vs RCB : આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ શાનદાર ફોર્મમાં છે. તેઓ ત્રણ વખત 250 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. તેમને આરસીબી સામે જ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટ સ્કોર (287) બનાવ્યો હતો. ત્યારે આજે ફરી એકવાર તેમનો સામનો બેંગલુરુ સામે થવાનો છે. આરસીબીની કમજોર બોલિંગ સામે ફરી એકવાર એસઆરએચની ટીમ મોટો સ્કોર બનાવી શકે છે. એસઆરએચની ટીમ પ્લેઈંગ 11માં ફેરફાર કરે તેવી કોઈ સંભાવના નથી.

SRH vs RCB

SRH vs RCB : આરસીબીની ટીમનું પ્રદર્શન આ સિઝનમાં સૌથી ખરાબ રહ્યું છે. ટીમ 8 મેચોમાંથી માત્ર એક મેચમાં જ જીત મેળવી ચૂકી છે. જ્યારે ટીમને સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિઝનમાં આરસીબીની ટીમની બોલિંગ ખૂબ જ કમજોર છે. બેટિંગમાં વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે શાનદાર પ્રદર્શન કર્યું છે.

SRH vs RCB : આરસીબીએ તેની છેલ્લી પાંચ મેચોમાં ઓછામાં ઓછા 180 રન આપ્યા છે અને છેલ્લી બે મેચમાં હરીફ ટીમે તેમની સામે 200થી વધુ રન બનાવ્યા છે. RCBના બેટ્સમેનોએ તેમની બોલિંગની ખામીઓને સરભર કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે, પરંતુ સંતુલનની દૃષ્ટિએ આટલી નબળી ટીમ માટે ઓલરાઉન્ડ પ્રદર્શન કરવું અશક્ય લાગે છે. RCBએ બેટિંગમાં જોરદાર જુસ્સો બતાવ્યો, પરંતુ તેમ છતાં તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર એક રનથી હારી ગયા. જો કે, RCB મેનેજમેન્ટ તેમના સંયુક્ત બેટિંગ પ્રયાસથી ખૂબ સંતુષ્ટ હશે. વિરાટ કોહલી 379 રન બનાવીને ટૂર્નામેન્ટમાં RCBનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે. દિનેશ કાર્તિક પણ છેલ્લી ઓવરોમાં આવીને બેટિંગમાં મહત્વનું યોગદાન આપે છે.

SRH vs RCB : કેવી હશે હૈદરાબાદની પિચ?

SRH vs RCB

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. આ મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થાય છે. આ એટલા માટે પણ છે કારણ કે મેદાન નાનું છે. આ સિઝનમાં હૈદરાબાદની ટીમે પણ આ મેદાનમાં 277 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. આવી સ્થિતિમાં, આશા છે કે આજની મેચમાં પણ ઘણા રન બનશે.

SRH vs RCB : રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમનો રેકોર્ડ  

SRH vs RCB

SRH vs RCB : હૈદરાબાદના આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 73 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 32 મેચ જીતી છે, જ્યારે બાદમાં બેટિંગ કરનાર ટીમે 41 મેચ જીતી છે. આ મેદાનમાં એક રસપ્રદ આંકડા એ છે કે જે ટીમ ટોસ હારી છે તેણે વધુ મેચ જીતી છે. આ સ્ટેડિયમમાં રમાયેલી મેચોમાં ટોસ હારનારી ટીમે 47 મેચ જીતી છે. જ્યારે ટોસ જીતનારી ટીમ માત્ર 26 મેચ જીતી શકી છે. અહીં સૌથી વધુ સ્કોર 277 (સનરાઇઝર્સ હૈદરાબાદ) છે, જ્યારે સૌથી ઓછો સ્કોર 80 (દિલ્હી કેપિટલ્સ) છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો