Swine flu : અમદાવાદમાં બે મહિનાથી સ્વાઈન ફલૂના કેસમાં સતત વધારો થઈ રહયો છે.પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.પશ્ચિમ ઝોનમાં 79, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 48 તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 31 જેટલા કેસ છે.માર્ચ મહિનામાં શહેરમાં સ્વાઈનફલૂના 232 કેસ નોંધાયા હતા.
Swine flu : ફેબુ્રઆરી મહિનામાં શહેરમાં સ્વાઈન ફલૂના ૧૧૦ કેસ નોંધાયા હતા.માર્ચ મહિનામાં ગત સપ્તાહે સ્વાઈનફલૂના ૬૦ કેસ નોંધાયા હતા.ઉત્તર ઝોનમાં ૨૮,દક્ષિણ ઝોનમાં ૨૪ તથા પૂર્વ ઝોનમાં ૧૬ અને મધ્યઝોનમાં સ્વાઈન ફલૂના ૬ કેસ નોંધાયા હતા.
Swine flu : માર્ચ મહિનામાં પાણીજન્ય કોલેરાના ઈન્દ્રપુરી વોર્ડમાં ત્રણ ઉપરાંત લાંભા, અમરાઈવાડી, રામોલ-હાથીજણ,દાણીલીમડા અને નવા વાડજમાં એક-એક એમ કુલ આઠ કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં મ્યુનિ.તંત્ર દ્વારા લેવામાં આવેલા રેસી.કલોરીન ટેસ્ટ માટેના પાણીના સેમ્પલ પૈકી ૧૧૪૪ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.જયારે પાણીના ૧૯૬ સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.
Swine flu : શહેરમાં એક મહિનામાં કયા રોગના કેટલા કેસ?
- રોગ કેસ
- સ્વાઈન ફલૂ ૨૩૨
- ઝાડા ઉલટી ૭૭૫
- ટાઈફોઈડ ૨૫૯
- કમળો ૧૧૨
- કોલેરા ૦૮
- ડેન્ગ્યૂ ૨૯
- મેલેરિયા ૧૪
- ઝેરી મેલેરિયા ૦૧
- ચિકનગુનિયા ૦૧
Swine flu : સ્વાઇન ફ્લૂથી બચવાનાં ઉપાયો
સ્વાઇન ફલૂનાં દર્દીથી 6થી7 ફૂટ દૂર રહેવું
બહારથી ઘરમાં આવ્યા બાદ સાબુથી હાથ ધોવા
છીંક કે ઉધરસ આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખવો
પૂરતી ઊંઘ લેવી
લીંબુ શરબત કે અન્ય પ્રવાહી વધારે લેવું
પ્રોટીનયુકત ખોરાક લેવો
શકય હોય ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળવું
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો