એક્ટર આદિત્ય સિહ રાજપુતનું શંકાસ્પદ મોત !

0
76

જાણીતા એક્ટર મોડલ અને કાસ્ટિંગ ડાયરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મોત થઈ ગયુ છે. સોમવારે બપોરે તેઓ પોતાના અંધેરી સ્થિત ઘરમાં બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો  હતો. આદિત્યના મિત્રોને તે બિલ્ડિંગની 11મી માળ પર સ્થિત મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. ત્યારબાદ મિત્રો અને બિલ્ડિંગના વોચમેન તેમને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટર્સે એક્ટરને મૃત ઘોષિત કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે, એક્ટરના મોતનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ પણ હોઈ શકે છે.આદિત્ય સિંહ રાજપૂતની ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ હતી. તેમનું ઘણા લોકો સાથે કનેક્શન હતું. તેમણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેમણે ‘ક્રાંતિવીર’ અને ‘મેને ગાંધી કો નહીં મારા’ નામની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ટીવી પર લગભગ 300 જાહેરાતોમાં જોવા મળ્યો હતો. તે ટીવી રિયાલિટી શોમાં પણ નજર આવ્યો હતો.