Home Breaking News SURENDRANAGAR NEWS : જાણો કોણ છે સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા ?

SURENDRANAGAR NEWS : જાણો કોણ છે સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા ?

0
770
SURENDRANAGAR NEWS
SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. ત્યારે આજે આપણે સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા વિશેની માહિતી મેળવીશું .  કોણ છે ઋત્વિજ મકવાણા જેમણે કોંગ્રેસે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોર સામે મેદાને ઉતાર્યા છે.

SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : કોંગ્રેસે કોળી મતદારોના પ્રભુત્વવાળી સુરેન્દ્રનગર બેઠક પર તેના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ જાહેર કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે ચુવાળીયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવ્યા છે. આમ સુરેન્દ્રનગર સીટ પર ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર શરૂઆતથી જ કોળી સમાજના મતદારોનું વર્ચસ્વ રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજના ઉમેદવારને જ છેલ્લા ઘણા વર્ષોથી ટિકિટ આપી અને સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી સુધી મોકલ્યા છે. આ લોકસભાની ચૂંટણી માટે પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે લાંબા સમય સુધી ચર્ચાઓ અને અસમંજસ બાદ  કોંગ્રેસે  તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાના માથે સહેરો બાંધ્યો હતો.

SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : રાજકીય પરિવારમાંથી આવે છે ઋત્વિજ મકવાણા

ઋત્વિજ મકવાણા ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ રહેલા છે અને તળપદા કોળી જ્ઞાતિમાં સારું એવું સન્માન પણ ધરાવે છે,  ઋત્વિક મકવાણા શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને તેમના પરિવારમાંથી કરમશીભાઈ મકવાણા કોંગ્રેસમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સવશીભાઈ મકવાણા પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.

SURENDRANAGAR NEWS

SURENDRANAGAR NEWS : નોંધનીય છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ગુજરાતની નવમા નંબરની લોકસભા સીટ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. સુરેન્દ્નનગર લોકસભા મતવિસ્તારમાં 40 ટકા જેટલા કોળી મતદારો ઉપરાંત ક્ષત્રિય, માલધારી-ભરવાડ, પાટીદાર, દલિત, મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10-10 ટકાની આસપાસ છે. બાકી રહેલા મતદારોમાં બ્રાહ્મણ-વાણિયા સહિતના સવર્ણો અને સથવારા સમાજના મતદારો મુખ્ય છે. ગુજરાતની ગણતરીની લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસનો રેકોર્ડ સારો હોય ને જીત માટે પ્રબળ દાવેદારી હોય, એમાંની એક બેઠક સુરેન્દ્રનગરની છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે