HomeGujaratSurendranagar Canal Scam: નર્મદા કેનાલ સફાઈ કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકો...

Surendranagar Canal Scam: નર્મદા કેનાલ સફાઈ કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકો અને વકીલો ઉતર્યા પ્રતીક ઉપવાસ પર

Surendranagar Canal Scam: સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા કેનાલની સફાઈ કામગીરી સામે સ્થાનિક જાગૃત નાગરિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધોળીધજા ડેમ તરફ જતી મુખ્ય કેનાલની સફાઈના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વકીલ પ્રવિણસિંહ અને તેમની ટીમ દ્વારા નર્મદા વિભાગ સામે પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે સુરેન્દ્રનગરની જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો રોષ સ્થાનિકોમાં ફાટી નીકળ્યો છે.

Surendranagar Canal Scam: એક મહિનો પાણી બંધ રાખ્યું, છતાં કેનાલમાં કચરો યથાવત!

Surendranagar Canal Scam

સ્થાનિકો અને આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર, કેનાલની યોગ્ય સફાઈ થઈ શકે તે માટે તંત્ર દ્વારા આશરે એક મહિના સુધી પાણીનો પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. જનતાએ પાણીની તકલીફ વેઠીને પણ સહકાર આપ્યો જેથી ભવિષ્યમાં શુદ્ધ પાણી મળી શકે. પરંતુ, પાણી છોડવામાં આવ્યા બાદ જે દ્રશ્યો સામે આવ્યા તેણે તંત્રની પોલ ખોલી દીધી છે. એક મહિનો વીતી ગયો હોવા છતાં કેનાલમાં કચરો, પ્લાસ્ટિક અને ઝાડ-પાનની વનસ્પતિઓ જેમની તેમ જ યથાવત જોવા મળી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સફાઈ માત્ર કાગળ પર જ થઈ છે અથવા તો કામમાં વેઠ ઉતારવામાં આવી છે.

Surendranagar Canal Scam: દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ

Surendranagar Canal Scam

સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં આ જ કેનાલ મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જાગૃત નાગરિકોની ફરિયાદ છે કે હાલમાં લોકોને દૂષિત અને યોગ્ય રીતે ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીમાંથી અસહ્ય દુર્ગંધ અને કચરો આવતો હોવાથી સ્થાનિક રહીશોના આરોગ્ય પર મોટું જોખમ ઊભું થયું છે. ચોમાસાની શરૂઆત પહેલા જ જો આ પ્રકારનું દૂષિત પાણી અપાશે, તો સમગ્ર પંથકમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Surendranagar Canal Scam: ‘ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન થશે’

Surendranagar Canal Scam

આ ભ્રષ્ટાચાર અને જનતાના નિકંદન સામે વકીલ પ્રવિણસિંહ અને તેમની ટીમે કમર કસી છે. તેમણે નર્મદા વિભાગની કચેરી સામે જ પ્રતીક ઉપવાસના મંડપ નાખીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. ઉપવાસી છાવણીમાંથી તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે:

કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ ભેગા મળીને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે અને જનતાના મોંમાં ઝેર રેડવાનું કામ કર્યું છે. જો આ મામલે તાત્કાલિક તપાસ કમિટી નીમીને કસૂરવારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને કેનાલની ફરીથી યોગ્ય સફાઈ નહીં થાય, તો આગામી દિવસોમાં સમગ્ર સુરેન્દ્રનગરની જનતાને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.”

હાલમાં વકીલો અને જાગૃત નાગરિકોના આ પ્રતીક ઉપવાસે સુરેન્દ્રનગરના રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરત બ્રેકિંગ; અરેઠનાના કરંજ ટોલ નાકા પર ફરી જામ્યો વિવાદ, ૫ કિમીના દાયરામાં મુક્તિ ન મળતાં ૧૨ જૂને ઉગ્ર આંદોલનની ચીમકી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments