HomeGujaratAmbalal Patel's Weather Forecast:  અંબાલાલ પટેલની મોટી આગાહી: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ...

Ambalal Patel’s Weather Forecast:  અંબાલાલ પટેલની મોટી આગાહી: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, ઓગસ્ટમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે

Ambalal Patel’s Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અંગે નવી અને મહત્વપૂર્ણ આગાહી કરી છે, જે મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર સક્રિય થશે.

Ambalal Patel’s Weather Forecast: ૨૭ જુલાઈ સુધી ક્યાં પડશે વરસાદ?

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ૨૭ જુલાઈ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવા થી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે. જેમાં કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં વરસી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ (સમી, હારીજ), પંચમહાલ તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

Ambalal Patel’s Weather Forecast: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય

Ambalal Patel's Weather Forecast

 હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ, બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બની છે જે ડિપ્રેશનમાં ફેરવાવાની પૂરી શક્યતા છે. આ સિસ્ટમની ગતિવિધિ આગામી ૩૦-૩૧ તારીખ દરમિયાન મધ્યપ્રદેશના ભાગો થઈને ઉત્તર તરફ આગળ વધવાની રહેશે, જેના કારણે રાજ્યમાં વરસાદનો પ્રભાવ વધશે.

Ambalal Patel’s Weather Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

 આગામી સમયમાં તા. ૧૩-૧૪ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર, જામનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડશે. એટલું જ નહીં, પરંતુ આગામી ઓગસ્ટ માસમાં પણ ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન સારો એવો વરસાદ થવાની સંભાવના છે.

ખેડૂતો માટે ખાસ સાવચેતીની સૂચના

 ભારે વરસાદ અને ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિને લઈને ખેડૂતો માટે ચિંતાજનક અહેવાલ છે. જ્યાં ખેતરોમાં પાણી ભરાયા છે ત્યાં પાકના મૂળ સડી જવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત, શાકભાજીના પાકમાં ‘ટપકાના રોગ’ (Alternaria/Leaf Spot diseases) આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પાક સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા સલાહ આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટમાં ટૂર ઓપરેટર દંપતી સામે ₹૫૦ લાખથી વધુની ઠગાઈની ફરિયાદ, વિદેશ પ્રવાસ અને આઇફોનની લાલચમાં ૯ લોકો ફસાયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments