Home Desh Rift in Koli Community: કોળી સમાજમાં ‘એક સાધ્ય, બે ફાંટા’;દિલ્હીમાં બે અલગ-અલગ...

Rift in Koli Community: કોળી સમાજમાં ‘એક સાધ્ય, બે ફાંટા’;દિલ્હીમાં બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનની જાહેરાતથી વિવાદ, આંતરિક જૂથવાદ ચરમસીમાએ

0
140
Rift in Koli Community
Rift in Koli Community

Rift in Koli Community: ગુજરાત અને દેશના રાજકારણમાં મોટું પ્રભુત્વ ધરાવતા કોળી સમાજમાં રાષ્ટ્રીય સ્તરના બે અલગ-અલગ અધિવેશનોની જાહેરાત થતાં જ ભારે ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે. એક જ સમાજના દિગ્ગજ આગેવાનોએ પ્રતિષ્ઠાના જંગ સમાન આ લડાઈમાં દિલ્હી ખાતે અલગ-અલગ તારીખે રાષ્ટ્રીય સંમેલનો બોલાવતા સમાજના મધ્યમમાર્ગી આગેવાનો અને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોમાં ભારે નારાજગી અને મૂંઝવણ જોવા મળી રહી છે. આ ઘટનાક્રમથી કોળી સમાજમાં આંતરિક જૂથવાદ જાહેરમાં આવી ગયો છે.

Rift in Koli Community: હીરાભાઈ સોલંકી vs કુંવરજી બાવળિયા: તારીખોનો જંગ

Rift in Koli Community

માહિતી અનુસાર, કોળી સમાજના બે મોટા જૂથો સામસામે આવી ગયા છે અને બંનેએ દિલ્હીમાં પોતાની પકડ મજબૂત કરવા કવાયત આદરી છે:

  • ૨૧ જૂનનું અધિવેશન: સૌરાષ્ટ્રના દબંગ કોળી આગેવાન અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આગામી ૨૧ જૂને દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત કરી છે. આ જૂથને અખિલ ભારતીય કોળી સમાજના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વીરેન્દ્ર કશ્યપનું સીધું સમર્થન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
  • ૧૪ જૂનનું અધિવેશન: બીજી તરફ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાળાએ હીરાભાઈના અધિવેશનના બરાબર એક અઠવાડિયા પહેલા એટલે કે ૧૪ જૂને દિલ્હીમાં અલગ રાષ્ટ્રીય અધિવેશન બોલાવીને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા અગાઉ ત્રણ વર્ષ સુધી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેથી આ લડાઈ હવે વર્તમાન અને પૂર્વ પ્રમુખ વચ્ચેના વર્ચસ્વની બની ગઈ છે.

Rift in Koli Community: દિલ્હીની બેઠક નિષ્ફળ રહી, બાવળિયાએ અલગ માર્ગ પકડ્યો

Rift in Koli Community

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સમાજમાં ભંગાણ રોકવા માટે આશરે ૨૫ દિવસ અગાઉ દેશના પાટનગર દિલ્હીમાં વીરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે એક બંધ બારણે બેઠક યોજાઈ હતી. કલાકો સુધી ચાલેલી આ બેઠકનો મુખ્ય હેતુ બંને પક્ષો વચ્ચે સમાધાન લાવીને એક જ સંયુક્ત અધિવેશન યોજવાનો હતો. જોકે, બંને પક્ષો પોતાની શરતો પર અડી રહેતા કોઈ સર્વસંમતિ કે નિરાકરણ આવી શક્યું નહોતું. બેઠક નિષ્ફળ જતાં જ કુંવરજી બાવળિયાએ પોતાના સમર્થકો સાથે મળીને અલગ અધિવેશન યોજવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી, જેના પર પોતે બાવળિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.

Rift in Koli Community: ‘બંનેમાંથી એકેય અધિવેશનમાં ન જાઓ’: પ્રવીણભાઈ કોળીની અપીલ

એક જ સમાજમાં સર્જાયેલી ફાટફૂટથી નારાજ થઈને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સમાજના હિતમાં એક વિડીયો/નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે:

એક જ રાષ્ટ્રીય સંસ્થાના નેજા હેઠળ બે અલગ-અલગ સંમેલનો યોજવા તે સમાજને વિભાજન તરફ ધકેલવા સમાન છે. કેટલાક સ્વાર્થી તત્વો પોતાના અંગત હિત સાધવા માટે સમાજના ભાગલા પાડવા ઈચ્છે છે. હું કોળી સમાજના તમામ ભાઈઓ અને કાર્યકરોને નમ્ર અપીલ કરું છું કે તેઓ સમાજની એકતા જાળવવા માટે ૧૪ જૂન કે ૨૧ જૂન, બંનેમાંથી એકપણ અધિવેશનમાં ભાગ ન લે.”

હાલમાં સમાજમાં એકતા પુનઃ સ્થાપિત કરવા માટે પડદા પાછળ અનેક પ્રયાસો ચાલુ છે, પરંતુ દિલ્હીના આ ‘પાવર પ્લે’એ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નર્મદા કેનાલ સફાઈ કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકો અને વકીલો ઉતર્યા પ્રતીક ઉપવાસ પર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે