અમેરિકા-યુરોપિયન યુનિયન ભારતને મોટો ઝટકો આપવાની તૈયારીમાં
રશિયન હીરા પર કડક પ્રતિબંધ લાદવાની તૈયારી
રશિયા રફ હીરાને પોલિશિંગ માટે મોકલે છે સુરત
અમેરિકા અને યુરોપિયન યુનિયન રશિયા સાથે ભારે કારોબાર કરી રહેલા ભારતને ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે, જેની મોટી અસર સુરતના રત્નકલાકારોની આજીવિકા પર પણ પડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જેમ્સ એન્ડ જ્વેલેરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું કે, યુ.એસ અને અન્ય G-7 દેશો યુ.એસમાં વેચતા રશિયન હીરા પર કડક પ્રતિબંધ લાદવાની તૈયારીમાં છે, જે મે મહિનાના અંત સુધીમાં લાગુ થઇ શકે છે. મહત્વનું છે કે, રશિયા હાલમાં તેના રફ હીરાને પોલિશિંગ માટે સુરતની ફેક્ટરીમાં મોકલે છે, જેને ન્યુયોર્ક ,પેરીસ અને ટોક્યોના લક્ઝરી સ્ટોરમાં સપ્લાય કરવા માં આવે છે, જેથી પ્રતિબંધ બાદ સુરતના હીરા બજારને પણ ગ્રહણ લાગશે.