ટ્વિટરે ભારતમાં એક જ મહિનામાં પોણા સાત લાખ એકાઉન્ટ્સ બંધ કર્યાં

    0
    185

    ટ્વિટરે ભારતમાં બાળકોના જાતીય શોષણ અને સંમતિ વિના નગ્નતાને પ્રોત્સાહન આપતાં ૬,૮૨,૪૨૦ એકાઉન્ટ પર જાન્યુઆરી ૨૬થી ફેબુ્રઆરી ૨૫ વચ્ચે પ્રતિબંધ મુકી દીધો હતો. આ ઉપરાંત ટ્વિટરે આતંકવાદને પ્રોત્સાહન આપતાં  બીજા૧,૫૪૮ એકાઉન્ટને પણ બંધ કરી દીધાં છે નવા આઇટી રૂલ્સ ૨૦૨૧ હેઠળ ટ્વિટરે તેના નિયમપાલનના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે આ સમયગાળામાં ભારતમાં વપરાશકારો તરફથી ૭૩ ફરિયાદો મળી હતી. ટ્વિટરને એકાઉન્ટ બંધ કરવા સામે ૨૭ ફરિયાદો મળી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઇલન મસ્કની આગેવાની હેઠળ ટ્વિટર નફો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આ એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય કંપનીના નફા રળવાના પ્રયાસો પર પાણી ફેરવી નાંખે તેવી શક્યતા છે.


    Discover more from VR LIVE GUJARAT: Gujarat News

    Subscribe to get the latest posts to your email.