બિહાર હિંસા અંગે  ગિરિરાજ સિંહે નીતિશ કુમાર પર કર્યાં પ્રહાર

0
46

રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન બિહારમાં હિંસા ફાટી નીકળી હતી..બિહારના સાસારામ, નાલંદા અને અન્ય જિલ્લાઓમાં રામનવમી બાદ હિંસા ફાટી નીકળી હતી..બિહારમાં હજુ તણાવ  યથાવત છે.આ અંગે હવે રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના નેતા  ગિરિરાજ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર બિહાર હિંસા અંગે પ્રહાર કર્યાં છે..ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે   જો નાલંદામાં રામનવમી નહીં મનાવવામાં આવે તો શું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં ઉજવવામાં આવશે? ગીરરાજ સિંહે કહ્યું કે, બિહારના સીએમ નીતિશ કુમારનો વહીવટ પર અંકુશ નથી, તેથી જો તેઓ નાલંદાને બચાવી શક્યા નથી.  .ગીરીરાજ સિંહે નીતિશ કુમારના રાજીનામાંની માગ કરી છે