સુરતમાં ધોધમાર વરસાદ #surat #schoolraja #monsoon #rain #schoolholiday #weatherupdate – ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ સમવારે 23 જૂને વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
સુરતમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા
અવિરત વરસાદને પગલે શહેરમાં બધી જ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. રસ્તાઓ પર ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ સિવાય સવારે ઓફિસ જતા લોકો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.


રસ્તાઓ પર ગોઠણ સુધી પાણી ભરાયા
સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, કડોદરા, પલસાણા, માંડવી, માંગરોળ, ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસ્યો છે. પલસાણા તાલુકામાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. કડોદરા વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ
રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે સુરત, નવસારી, તાપી,વલસાડ અને દમણમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય વડોદરા અને ભરુચમાં પણ વરસાદી માહોલનું અનુમાન છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે