Home State Gujarat Tragedy at Olpad Resort: મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ! રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં 25 લોકોની...

Tragedy at Olpad Resort: મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ! રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં 25 લોકોની હાજરીમાં 22 વર્ષીય યુવાન ડૂબ્યો, 2 મિનિટ સુધી મરણિયા પ્રયાસ કર્યા છતાં કોઈને ખબર ન પડી

0
359
Tragedy at Olpad Resort
Tragedy at Olpad Resort

Tragedy at Olpad Resort: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તળાદ ગામની સીમમાં આવેલા અક્ષય રિસોર્ટમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા સુરતના પાંડેસરા વિસ્તારના એક 22 વર્ષીય આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને ભલભલાના કાળજા કંપી ઉઠશે.

Tragedy at Olpad Resort: શું છે સમગ્ર મામલો?

Tragedy at Olpad Resort

સુરતના પાંડેસરા, પિયુષ પોઈન્ટ પાસે અંબિકા નિકેતનમાં રહેતો પુરુષોત્તમ અશોકભાઈ ચૌધરી (ઉં.વ. 22) ગત 23 માર્ચના રોજ મિત્રો સાથે ઓલપાડના તળાદ ગામે અક્ષય રિસોર્ટમાં પિકનિક મનાવવા ગયો હતો. બપોરે અંદાજે 2:50 કલાકે તે આનંદ-પ્રમોદ માટે સ્વિમિંગ પૂલમાં કૂદ્યો હતો, પરંતુ તે તેની જિંદગીની છેલ્લી ડૂબકી સાબિત થઈ હતી.

Tragedy at Olpad Resort: મિનિટ સુધી મોત સામે જંગ

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં મોતનો લાઈવ ખેલ જોવા મળી રહ્યો છે:

  • ભયાનક દૃશ્યો: યુવક સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવે છે અને ત્યારબાદ તે બહાર નીકળી શકતો નથી.
  • બે મિનિટ સુધી તરફડિયાં: વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક પોતાનો જીવ બચાવવા સતત 2 મિનિટ સુધી પાણીમાં હવાતિયાં મારે છે.
  • સંવેદનહીનતા કે અજાણતા?: પૂલમાં તેની આસપાસ 25થી વધુ લોકો ન્હાઈ રહ્યા હતા. કેટલાક યુવાનો તો તેની બાજુમાં જ ડૂબકી મારી રહ્યા હતા, છતાં કોઈનું ધ્યાન ગયું નહીં કે યુવક ડૂબી રહ્યો છે.
Tragedy at Olpad Resort

Tragedy at Olpad Resort: સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો

Tragedy at Olpad Resort

યુવાન બેભાન હાલતમાં પાણીમાં હોવાનું ધ્યાને આવતા તેને તાત્કાલિક 108 મારફતે ઓલપાડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

રિસોર્ટની સુરક્ષા સામે સવાલો

આ ઘટનાએ રિસોર્ટમાં રાખવામાં આવતા લાઈફ ગાર્ડ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. જ્યારે પૂલમાં આટલી મોટી સંખ્યામાં લોકો હોય ત્યારે કોઈ પ્રોફેશનલ લાઈફ ગાર્ડ હાજર કેમ નહોતો?

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : મેટ્રોની ઘોર બેદરકારી! પર્વત પાટિયા પાસે 20 ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા સવાર દંપતી ખાબક્યું, હિટાચીથી બહાર કઢાયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે