Sunita Williams: સુનિતા વિલિયમ્સના ત્રીજા અવકાશ મિશનનું પ્રક્ષેપણ ટેકનિકલ સમસ્યાને કારણે મોકૂફ

0
222
Sunita Williams: સુનિતા વિલિયમ્સના ત્રીજા અવકાશ મિશનનું પ્રક્ષેપણ ટેકનિકલ સમસ્યાને કારણે મોકૂફ
Sunita Williams: સુનિતા વિલિયમ્સના ત્રીજા અવકાશ મિશનનું પ્રક્ષેપણ ટેકનિકલ સમસ્યાને કારણે મોકૂફ

Sunita Williams: સુનિતા વિલિયમ્સનું અવકાશમાં ત્રીજું મિશન પ્રક્ષેપણના થોડા કલાકો પહેલા તકનીકી સમસ્યાને કારણે મોકૂફ રાખવામાં આવ્યું. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશમાં ઉડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. સુનિતા આજે બુચ વિલ્મોર સાથે નવા અવકાશયાન બોઈંગ સ્ટારલાઈનરમાં ઉડાન ભરવાની હતી. પરંતુ પ્રક્ષેપણના થોડા કલાકો પહેલા કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે મિશનને હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હતું.

Sunita Williams: સુનિતા વિલિયમ્સના ત્રીજા અવકાશ મિશનનું પ્રક્ષેપણ ટેકનિકલ સમસ્યાને કારણે મોકૂફ
Sunita Williams: સુનિતા વિલિયમ્સના ત્રીજા અવકાશ મિશનનું પ્રક્ષેપણ ટેકનિકલ સમસ્યાને કારણે મોકૂફ

સુનિતા વિલિયમ્સના ત્રીજા અવકાશ મિશન મોકૂફ

હાલમાં આ મિશનની શરૂઆત માટે કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. માહિતી અનુસાર, આ ફ્લાઇટ 7 મેના રોજ એટલે કે આજે સવારે 8.04 કલાકે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનના સ્પેસ કોમ્પ્લેક્સ-41થી યુનાઈટેડ લોન્ચ એલાયન્સ એટલાસ વી રોકેટ દ્વારા લોન્ચ થવાની હતી. સુનીતા ત્રીજી વખત અવકાશમાં ઉડવા માટે તૈયાર હતી. સુનીતાએ પહેલીવાર 2006માં અને બીજી વખત 2012માં ફ્લાઈટ કરી છે. નાસા અનુસાર, “સુનીતાએ કુલ 322 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે.” બોઇંગ અનુસાર, ક્રૂ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન (CST)-100 સ્ટારલાઇનર અવકાશયાન સાત મુસાફરો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Sunita Williams: ત્રીજી વખત અવકાશમાં ઉડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી

ક્રૂ મેમ્બરો અને સામાન પણ સમાવી શકાય છે. તેને બનાવવામાં 10 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. નાસાનું કહેવું છે કે પેરાશૂટ અને એરબેગ્સની મદદથી ક્રૂ કેપ્સ્યુલ દક્ષિણ-પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉતરે તે પહેલાં અવકાશયાત્રીઓ લગભગ એક સપ્તાહ પ્રયોગશાળામાં વિતાવશે. તમને જણાવી દઈએ કે નાસાએ 1988માં સુનીતા વિલિયમ્સને અવકાશયાત્રી તરીકે પસંદ કરી હતી અને તેમની પાસે બે સ્પેસ મિશનનો અનુભવ છે. તેમણે એક્સપિડિશન 32ના ફ્લાઈટ એન્જિનિયર અને એક્સપિડિશન 33ના કમાન્ડર તરીકે સેવા આપી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો