StockMarketindia : શેરમાર્કેટ નવી જ ઉંચાઈ પર, તોડ્યા તમામ રેકોર્ડ, રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ વધી

0
284
StockMarketindia
StockMarketindia

StockMarketindia :  દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે તે વચ્ચે બજારમાં તેજીનો આ નવો વિક્રમ સર્જાયો છે. દેશમાં ફરી એક વખત મજબૂત સરકાર બને અને આર્થિક મોરચે સુધારા આગળ વધે તેવી પ્રબળ સંભાવના વચ્ચે આ તેજી જોવા મળી છે.

StockMarketindia

StockMarketindia :  શેરબજાર આજે એટલે કે ગુરુવારે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સ 75,499ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ, સેન્સેક્સની ઊંચી સપાટી 75,124 હતી જે તેણે 9 એપ્રિલે બનાવી હતી. જ્યારે નિફ્ટી 22,993ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ નિફ્ટીનો હાઈ 22,794 હતો. જોકે, બજાર ઉપલા સ્તરોથી થોડું નીચે આવ્યું હતું અને સેન્સેક્સ 1196 પોઈન્ટના વધારા સાથે 75,418 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 354 પોઈન્ટના વધારા સાથે 22,967ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેરમાં ઘટાડો થયો હતો અને 27માં વધારો જોવા મળ્યો હતો.

StockMarketindia

StockMarketindia : આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો બેંકિંગ અને ઓટો શેરોમાં છે. નિફ્ટીનો ઓટો ઈન્ડેક્સ 2.25%ના વધારા સાથે અને બેંક ઈન્ડેક્સ લગભગ 2.06%ના વધારા સાથે બંધ થયો. આઇટી અને રિયલ્ટી ઇન્ડેક્સ 1% કરતા વધારે છે. ફાર્મામાં ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સ -0.52% ઘટીને બંધ થયો.બેંક, ફાયનાન્સિયલ્સ, ઓટોમોબાઈલ, ટેકનોલોજી અને એનર્જી સેક્ટરના શેરોમાં ચોતરફથી નિકળેલી ખરીદીને પગલે ભારતીય શેરબજારમાં તેજીનો નવો વિક્રમ સર્જાયો છે.

StockMarketindia : રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 4.1 લાખ કરોડનો ઉમેરો

StockMarketindia


BSE ખાતે રોકાણકારોની સંપત્તિ રૂપિયા 4.16 લાખ કરોડ વધીને રૂપિયા 420.09 લાખ કરોડ થઈ છે,જે ગઈકાલે રૂપિયા 415.94 લાખ કરોડ હતી.

StockMarketindia : 212 કંપનીના શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ


દરમિયાન આજે BSE ખાતે 212 કંપનીના શેર તેમની 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી ગયા હતા. અદાણી એન્ટરપ્રાઈસિસ, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અશોક લેલેન્ડ, અરબિંદો ફાર્મા, BDL, BEL, એરટેલ, કોચિન શીપયાર્ડના શેરો છેલ્લા એક વર્ષની ઉંચી સપાટીને સ્પર્શી ગયા હતા.

StockMarketindia

StockMarketindia : માર્કેટ બ્રેડ્શ નબળું, 2,031 શેર ગગડ્યા


BSE ખાતે કુલ 3,921 કંપની પૈકી 2,031 કંપનીના શેરોમાં મંદી જ્યારે 1,757 કંપનીના શેરોમાં તેજી જોવા મળતી હતી. અલબત 133 શેર એકંદરે સ્થિર રહ્યા હતા. વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા ગઈકાલે રૂપિયા 686.04 કરોડની કિંમતના શેરની વેચવાલી કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક ફંડોએ રૂપિયા 961ની કિંમતના શેરની ખરીદી કરવામાં આવી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો