MAHARASHTRA NEWS : થાણેના ડોમ્બિવલીમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોના મોત, 30થી વધુ લોકો ઘાયલ   

0
315
MAHARASHTRA NEWS
MAHARASHTRA NEWS

MAHARASHTRA NEWS : મુંબઈ નજીક થાણેના ડોમ્બિવલીમાં એક કેમિકલ ફેક્ટ્રીમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે ફેક્ટરીની અંદર બોયલર ફાટવાના કારણે ભીષણ વિસ્ફોટ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતું કે તેનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો હતો.

MAHARASHTRA NEWS

MAHARASHTRA NEWS :  6 ના મોત , 30 થી વધુ ઘાયલ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર છે. ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો, જેનો પડઘો આસપાસના વિસ્તારોમાં કેટલાય કિલોમીટર સુધી સંભળાયો. વિસ્ફોટ અને આગમાં અત્યાર સુધીમાં  6 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે..

MAHARASHTRA NEWS :  ફેક્ટરીમાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ થાણેના MIDC વિસ્તારના ફેઝ 2 સ્થિત ઓમેગા કેમિકલ ફેક્ટરીમાં થયો હતો. ફેક્ટરીની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ઘણા કર્મચારીઓ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા.

MAHARASHTRA NEWS

MAHARASHTRA NEWS :  બોઈલરમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. આટલા મોટા વિસ્ફોટ અને આગના સમાચાર તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફેક્ટરીની અંદર આગને કારણે કાળો ધુમાડો નીકળ્યો હતો જે ઘણા કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો