Swati Maliwal Interview :  કથિત મારપીટના આરોપ બાદ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલનો પ્રથમ ઇન્ટરવ્યુ, કહ્યું  તેઓ ભલે દુનિયાની ગમે તેટલી તાકાત લગાવે, હું કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપું.”

0
158
Swati Maliwal Interview
Swati Maliwal Interview

Swati Maliwal Interview :  આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે કથિત રીતે મારપીટ થયાની ઘટના બાદ પહેલીવાર ઈન્ટરવ્યુ આપ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને સ્વાતી માંલીવાલે ઇન્ટરવ્યુ આપ્યો છે, સ્વાતી માલીવાલે આ ઇન્ટરવ્યુમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.

Swati Maliwal Interview

ANI સાથેની વાતચીત કરતા સ્વાતી માલીવાલે  કહ્યું કે તે 13 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રીને મળવા તેમના ઘરે ગઈ હતી. ત્યાં સ્ટાફે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી. તે જ સમયે બિભવ કુમાર ત્યાં આવે છે અને તેણે મને એકસાથે સાત-આઠ થપ્પડ મારી. મેં તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો તો તેણે મારો પગ પકડી લીધો. મને નીચે ઢસડી હતી.

Swati Maliwal Interview :   આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યસભાની સીટ ખાલી કરવા અંગેના સવાલ પર સ્વાતિ માલીવાલે જવાબ આપતા કહ્યું હતું કે, “જો તેઓ મારી રાજ્યસભાની સીટ પાછી લેવા ઈચ્છતા હતા, તો તેઓએ પ્રેમથી માંગી હોત તો હું મારો જીવ પણ આપી દોત, સાંસદ બહુ નાની વાત છે. મેં મારા આખા કરિયરમાં ક્યારેય કોઈ પદ માટે લાલસા નથી રાખી, હું પોસ્ટ વગર પણ કામ કરી શકું છું. પરંતુ જે રીતે મારી મારપીટ કરવામાં આવી છે, તેથી હવે તેઓ ભલે દુનિયાની ગમે તેટલી તાકાત લગાવે, હું કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપું.

Swati Maliwal Interview

Swati Maliwal Interview :   ‘રોજ કહેવાય છે કે હું ભાજપની એજન્ટ છું’

Swati Maliwal Interview :   સ્વાતિ માલીવાલે કહ્યું, મારી વિરુદ્ધ આખી પાર્ટીને લાવવામાં આવી છે. દરરોજ પ્રેસ કોન્ફરન્સ થાય છે. દરરોજ એવું કહેવામાં આવે છે કે હું ભાજપની એજન્ટ છું. હું નવ વર્ષથી જાહેર જીવનમાં છું. તે પહેલા હું 2006 થી કામ કરતી હતી. હું આ દેશમાં ઘણા મોટા મુદ્દાઓ ડર્યા વગર ઉઠાવ્યા છે. તો હું આજે ભાજપની એજન્ટ બની ગઈ?.

Swati Maliwal Interview

આ સાથે તેણે કહ્યું કે, મેં ફરિયાદ નોંધાવી ત્યાં સુધી હું લેડી સિંઘમ હતી, હું આ દેશની મહિલાઓની પ્રખર અવાજ હતી? પરંતુ ફરિયાદ નોંધાવતાની સાથે જ હું બીજેપીની એજન્ટ બની ગઈ. એવું કહેવાય છે કે ભાજપે મને ડરાવી છે.

અત્રે નોંધનીય છે કે સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો છે કે 13 મેના રોજ કેજરીવાલના પીએ બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ કેસમાં 16 મેના રોજ FIR નોંધી છે અને બિભવ કુમારની ધરપકડ કરી છે. હાલ તે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો