HomeStock MarketSTOCK MARKET CRASH: શેરબજાર ખુલતા જ કકડભૂસ, વૈશ્વિક તણાવ અને મોંઘા ક્રૂડની...

STOCK MARKET CRASH: શેરબજાર ખુલતા જ કકડભૂસ, વૈશ્વિક તણાવ અને મોંઘા ક્રૂડની અસર

STOCK MARKET CRASH: બુધવાર, 2 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ વેચવાલીનું દબાણ જોવા મળ્યું. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને અમેરિકામાં વ્યાજદર વધવાની આશંકાએ રોકાણકારોની ચિંતા વધારી છે. બજાર ખુલતા પહેલાં GIFT Nifty 64 પોઈન્ટ ઘટીને 24,027ની આસપાસ જોવા મળ્યો હતો, જે ભારતીય બજારની નબળી શરૂઆતનો સંકેત હતો.

STOCK MARKET CRASH

એશિયન બજારોમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. જાપાનનો Nikkei લગભગ 2.9 ટકા અને દક્ષિણ કોરિયાનો Kospi 3 ટકાથી વધુ તૂટ્યો હતો. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ લગભગ 97 ડોલરની નજીક પહોંચતા ભારત જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશ માટે મોંઘવારીની ચિંતા વધી છે.

મંગળવારે પણ ભારતીય બજાર નબળું રહ્યું હતું અને નિફ્ટી 24,056ના સ્તરે બંધ થયો હતો. બજાર નિષ્ણાતોના મતે 24,100નું સ્તર નિફ્ટી માટે મહત્વપૂર્ણ અવરોધ બની શકે છે. આ સ્તર ઉપર મજબૂત વાપસી ન થાય ત્યાં સુધી બજારમાં અસ્થિરતા યથાવત રહી શકે છે.

STOCK MARKET CRASH: રોકાણકારોની નજર કયા સેક્ટર પર?

STOCK MARKET CRASH

મોંઘા ક્રૂડની સીધી અસરને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર ખાસ નજર રહેશે. સાથે જ વૈશ્વિક બજારોની દિશા, ક્રૂડના ભાવ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ ભારતીય શેરબજાર માટે આગામી સત્રોમાં મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમેરિકી હુમલાનો ઈરાનનો જોરદાર પલટવાર, પશ્ચિમ એશિયામાં વધ્યો યુદ્ધનો ખતરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments