HomeVideshIRAN STRIKES BACK: અમેરિકી હુમલાનો ઈરાનનો જોરદાર પલટવાર, પશ્ચિમ એશિયામાં વધ્યો યુદ્ધનો...

IRAN STRIKES BACK: અમેરિકી હુમલાનો ઈરાનનો જોરદાર પલટવાર, પશ્ચિમ એશિયામાં વધ્યો યુદ્ધનો ખતરો

IRAN STRIKES BACK: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ગંભીર બન્યો છે. ઈરાનના IRGC સાથે જોડાયેલા ઠેકાણાઓ પર અમેરિકી હવાઈ હુમલા બાદ ઈરાને જવાબી કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ પલટવારને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ ભડકવાની આશંકા વધી છે.

IRAN STRIKES BACK

અહેવાલો અનુસાર ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યું છે. આ ઉપરાંત કુવૈત અને બહેરીન તરફ પણ મિસાઈલ તથા ડ્રોન હુમલાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકી સૈન્ય અને તેના સહયોગી દેશોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી હાઈ એલર્ટ જાહેર કર્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.

બીજી તરફ, ઈરાન તરફથી અમેરિકી નૌકાદળના યુદ્ધજહાજોને નિશાન બનાવી એન્ટી-શિપ મિસાઈલો છોડવાના અહેવાલે ચિંતા વધારી છે. જો આ સંઘર્ષનો વ્યાપ વધે તો પશ્ચિમ એશિયાના અન્ય દેશો પણ તેની ઝપેટમાં આવી શકે છે.

IRAN STRIKES BACK:  હોર્મુઝ ક્ષેત્રે વધ્યો તણાવ

IRAN STRIKES BACK

હોર્મુઝ વિસ્તારમાં વધતા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા અને શિપિંગ રૂટ પર પણ ગંભીર અસર થવાની ચિંતા છે. હોર્મુઝ વિશ્વના મહત્વપૂર્ણ ઓઈલ ટ્રાન્ઝિટ રૂટ પૈકીનું એક હોવાથી અહીં કોઈ મોટી અડચણ ઊભી થાય તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવી શકે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક દેશો રાજદારી પ્રયાસો દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે હાલ સ્થિતિ અત્યંત તંગ બની છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકીની તબિયત લથડી, ગેંગરીનની ગંભીર અસર બાદ મુંબઈની ખ્યાતનામ હોસ્પિટલમાં ખસેડાયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments